પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
જયા-જયન્ત
 



પ્રવેશ ત્રીજો

સ્થલકાલ:રાજમહેલની અગાસી ને ચોક

<poem> જયા: અગાસીની પાળ અઢેળી વિચારમગ્ન

જીંદગી એટલે શું ?
અન્ધારૂં કે અજવાળું ? સુખ કે પુણ્ય ?
ઓ જીંદગીના જાણકાર ! કહો :
જીંદગી એટલે રાત્રી કે દિવસ ?
નિવૃત્તિ કે પ્રવૃત્તિ ? વસંત કે ગ્રીષ્મ ?
આજ જન્મતિથિ છે મ્હારી;
પૃથ્વી ફરી રહી વીશ પ્રદક્ષિણાઓ સૂર્યની.
પૂછું હું ત્હમને પાલવ ઢાળી,