આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
જયા-જયન્ત
- ને આશાનાં અવલમ્બન,
- એ તે કિયા ભવનાં આળપંપાળ?
જયા : કોણ છે એ ? ચોકમાં ? નૃત્યદાસી ?
- દાસી જ છે રાજકુમારીના વેશમાં.
- ભૂલે છે, સ્વપ્નામાં બોલે છે તું.
- માયાવી છે એ વચનો,
- ત્હારાં વસ્ત્રો જેવા જૂઠડાં.
(ચોકમાં ઉતરે છે.)
નૃત્યદાસી : સ્હવાર બપોર ને સ્હાંજ
- પ્રકાશ પ્રગટે, ને પીવાય નહીં !
- આ રંગરંગીલા રણવાસ !
- શા વૈભવ ને શા વિલાસ !
- યૌવન ને સૌંદર્યનો સાગરસંગમ;
- મંહી ઉડે છે - અપ્સરાઓ સમોવડાં-
- યુવતિઓનાં ચન્દનહોડલાં.
- શા ઝંઝાનિલ વાય છે ઉદ્દીપનના !
- ઈન્દ્રચાપની ચૂંટી છે રસકલગી સહુએ.
- શી ભરતીઓ ઉછળે છે અભિલાશની ?
(જોગીરાજનો અંચળો ઓઢેલ જયા કુમારી ચોકમાં પધારે છે.)