લખાણ પર જાઓ

પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



ભીષ્મ વૈરાગ્ય ધારીને
⁠તજી છે દેહવાસના,
આલંબી આત્મલક્ષ્મીને
⁠સજી છે સ્નેહભાવના,

મનોભાવે નથી જેણે
⁠દુરિચ્છા પાપની કરી,
શીલને સાચવ્યું જેણે
⁠સદાયે સ્નેહને વરી,

ઉપાસે બ્રહ્મશ્રદ્ધાથી,
⁠આત્માલગ્ન ઊંડે હૃદે,
મહા અદ્‌ભુત કો એવા
⁠સ્નેહના યોગીને પદે

વસો આ અધૂરાં ગીત
⁠સ્નેહનાં—યોગીને પદે
પુરાણાં—નવલાં થોયે
⁠પાળેલાં પુણ્ય વર્ય નાં,