પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૧
જયા-જયન્ત
 


નૃત્યદાસી : આત્માને માણવાની છે અનન્તતા,

દેહને માણવાની છે અવધો.
આત્મા અમ્મર છે, જયાબા !
માટે જ પછી:
દેહ નશ્વર છે, જયાબા?
માટે જ પહેલો.
મૃત્યુ પછી ક્ય્હાંથી માણીશું દેહને?

જયા : રાજકુમારીના શણગાર સજ્યે જ

ન થવાય રાજકુમારી.
રાજહૃદયની કુમારિકા
એ જ છે જગતમાં રાજકુમારી.
ત્યાગજે આજથી ગિરિરાજના રાજભવન.
મ્હારા તો રાજમહેલો યે છે
યોગના આશ્રમ સરિખડા.
જા; મા અભડાવતી દેવગિરિને
ત્હારા શ્વાસોશ્વાસથી યે.

નૃત્યદાસી : પૃથ્વી વિશાળ પાથરે છે પટ પોતાનો,

રાજકુમારી ! ત્હમારે ને મ્હારે કાજ.

(નૃત્યદાસી ખીણોમાં ઉતરે છે. જયા કુમારી વળી વિચારવમળે ચ્હડે છે.)

જયા : જીંદગી એટલે શું ?