આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
જયા-જયન્ત
જયા : ન ઝલાય તે હંસ;
- કેસરી સમાં વીર પગલાં ભરતો.
જયન્ત : ન ઝલાય તે હંસી;
- કેસરિણી સમી મનોવેગે ઉડન્તી.
જયા : પાંજરે ન પૂરાય
- તે મેના કે પોપટ ?
જયન્ત : વનની મેના.
જયા : ઉપવનના પોપટ.
જયન્ત : બન્ને યે, જયાદેવી !
- એક જ વેલીનાં ફૂલ;
- હું ને તું બન્ને ય સરખાં;
- ન ઝલાય કોઈ કોઈનાથી.
- જયા ! ગાઈશ ત્હારૂં
- હંસોને આવાહનનું ગીત ?
જયા : આવશે હંસ એ સુણીને ?
જયન્ત : ત્હારી હલકે આભ ટોળે મળે,
- તો હંસ શું નહીં પધારે ?
- માન સરોવર સૂનાં લાગશે
- સાંભળશે ત્હારૂં ગીત જ્યારે હંસ.
જયા : હેં જયન્ત ! ગાઉ ત્ય્હારે ?