આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
જયા-જયન્ત
સૂના આ સરોવરે આવો, ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો; જૂનાં એ ગીતને જગાવો, ઓ રાજહંસ ! સૂના આ સરોવરે આવો.
ક્યહાં શુભ્ર માનસર ? ક્ય્હાં અમ રંક આરો? ક્ય્હાં પુણ્યશ્વેત વપુ? ક્ય્હાં ગિરિ આ અમારો ? ઓ દેવપંખી ! કંઈ દૈવી નથી, તથાપિ ઉદ્ધારવા અમ સરોવરિયે પધારો
(પાછળ સરોવરમાં બે હંસ આવી તરે છે.)
લીલા લ્હેકન્તા કાંઇ કંઠે મજાના, સ્નેહે નમન્તાં ધીરે પગલે લજ્જાનાં
અમારાં નીર આ સુહાવો, ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવો; હૈયાને સરોવરે આવો,
ઓ રાજહંસ ! હૈયાને સરોવરે આવોજયન્ત : આભમાંથી યે ઉતર્યા તારલિયા
- સોહામણા ત્હારા સરોવરને તીર;
- જયા ! જો જલની વેલોમાં
જયા : હંસોની પુણ્ય જ્યોત બેલડી.
- ચાલ, પકડિયે, જયન્ત !