આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૪
જયા-જયન્ત
- પણ ક્યહાં? ને કોણ
- આ કુમારીનો રસજોગી ?-
- પાછી વળી ન આવી સખીઓ
- વીણવા એટલે આઘેનાં કૂલ.
- ભરાઈ મારી છાબ તો કાંઠાભર
- વનની સુવાસલક્ષ્મીથી-
- આંબાની ડાળે છે મ્હારો હીંચકો.
- ચાલ, ચ્હડાવું ગગનની ઘટામાં
- આ મ્હારો યે ઝૂલો.
- મ્હારો હીંચકો રે અમર વેલડીની મ્હાંય.
- એ વેણુ !-કોણે વાઇ
- એ હૈયાવેધણ વેણુ ?
- નથી ચ્હડતો, આડો થયો
- ઝૂલો યે આજ-સખીઓ સરિખડો.
કાશીરાજ : દેવબાલે ! પુષ્પોમાં પુષ્પતા પૂરો છો,
- વેણુનાં યે વાગીશ્વરી છો
- મ્હને ઝૂલાવવા દેશો ?
- દેવને ફૂલહિન્ડોલે ઝૂલાવે છે,
- ફૂલપાંદડીને અનિલલહર ઝૂલાવે છે,