આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫
જયા-જયન્ત
- આવડશે તો એવું ઝૂલાવીશ
- તમ દેહકલિકાને ય તે.
શેવતી : અગ્નિહોત્ર છે અમારે ત્યહાં;
- દેવકન્યા નથી, હું બ્રહ્મકન્યા છું
- આજ ઝૂલો યે આડો થયો,
- સખી સમોવડો.
કાશીરાજ : પણ વિધિ વાંકો નથી મ્હારો.
- રસનાં રસેશ્વરી ઝૂલે,
- ઝૂલો એવાં વનઘટામાં,
- ને ગાવ ત્રિલોકવેધી તે ગીત.
શેવતી : મ્હારો હીંચકો રે અમરવેલડીની માંહ્ય;
- અમરવેલડીની માંહ્ય;
- અમરવેલડીની માંહ્ય;
- મ્હારો હીંચકો રે અમરવેલડીની માંહ્ય.
- વીજળી જ્યમ ગગન મ્હાંય,
- કવિતા કવિનયન મ્હાંય,
- એમ હીંચી હૃદય મ્હાંય
- પ્રેમરાય
- ગાય;
- પ્રેમહીંચકો રે હ્રદયવેલડીની મ્હાંય;
- હ્રદયવેલડીની મ્હાંય;
- હ્રદયવેલડીની મ્હાંય;
- પ્રેમહીંચકો રે હ્રદયવેલડીની મ્હાંય;