આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭
જયા-જયન્ત
- થોભો, રાજેન્દ્ર ! થોભો;
- મા વાશો એકલડી એ વેણુ.
- મા વીંધશો એ શબ્દબાણે.
- હું યે ભણીશ એ પાઠ
- ને ત્ય્હારે માંડીશું રણસંગ્રામ.
- બોલશે ઓતપ્રોત આપણી બંસરીઓ,
- આ આંબાની ડાળો સમી,
- આ કોકિલવીણાના બોલ સમી.
કાશીરાજ : આજનો જ અતિથિ છું.
- બ્રહ્મતોલે ! ત્હમારો;
- પ્રભાતે પંખી ઉડી જશે;
- દેશો આતિથ્યનાં એંધાણ ?
શેવતી : દીઠાં હશે દિલનાં કમળો,
- તો પધારશે પાછા રાજહંસ.
- સજ્જનની સદ્વાંછના જ હોય.
- શું ઇચ્છો છો ? રાજેન્દ્ર !
કાશીરાજ : દેહ છે દેહનો ભૂખ્યો,
- આત્મા છે આત્માનો તરસ્યો.
- એક જ છે અભિલાષ, કુમારિ !
- ક્ષત્રિયરાજના યશમુગટે
- બ્રહ્મજ્યોતની કલગી થાવ.
- સુન્દરીકુલશોભન મુજ શકુન્તલા -