આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯
જયા-જયન્ત
શેવતી : મ્હારા પરમ કલ્યાણ !
કાશીરાજ : રસકુંજમાં
- ચાલો રસની સરિતાને ઘાટ હો !
- ચાલો ફૂલડાં ને વેલી પૂરે વાટ હો !
શેવતી : મ્હારા રસિયાને માટ;
- રસકુંજમાં.
શેવતી : (ઉપવન દાખવતી)
- ખીલ્યો સુન્દર શોબાગ !
કાશીરાજ : (શેવતીનું દેહોદ્યાન દાખવતા)
- ખીલ્યો સુન્દર શો બાગ !
શેવતી : (ઉપવન દાખવતી)
- મહીં મધુરા પરાગ;
કાશીરાજ : (શેવતીનું દેહોદ્યાન દાખવતા)
- મહીં મધુરા પરાગ;
શેવતી : (સ્નેહલજ્જાથી કાશીરાજના વિશાળ વક્ષસ્થળ ઉપર માથું ઢાળી દઇ)
- મ્હારા અખંડ સૌભાગ્ય !
કાશીરાજ : રસકુંજમાં.