પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રસ્તાવના
જયા-જયન્ત
 

વધતા જતા વિલાસના આ યુગમાં વિલાસની વૈરાગ્યની વાર્તાનાં મહિમાગીત કેટલાક યુગવાસીઓને કદાચ કર્કશ પણ લાગશે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનો માર્ગ વિકટ છે, પ્રલોભનો નિરવિધિ છે. ડગલે ડગલે ભય છે; પણ એ ભય વચ્ચેની નિર્ભયતામાં જ પરમ ઇન્દ્રિયનિગ્રહી કો વીર જનનું વીરત્વ છે. એટલું તો સ્પષ્ટ જ છે કે એ માર્ગ સર્વ માટે નથી; સંયમી માટે છે, યતાત્મન માટે છે.

ઉપરાન્ત એક બીજી ઝીણી વાતના પણ આ નાટકમાં અંકુર છે. સ્નેહ એટલે દેહવાસના નહીં, પણ ત્‍હેનાથી પર કોઈક નિર્મળી આત્મભાવના. સ્નેહયોગ દેહભોગમાં જ પરિણમવો જ જોઈએ એવી કાંઈ કુદરતી આવશ્યકતા નથી.

જ્ય્હાં જ્ય્હાં આત્મા, ત્ય્હાં ત્ય્હાં શરીર,
નથી એવું કાંઈ બ્રહ્માંડમીમાંસાનું ન્યાયસૂત્ર.

દેહી કહેવાતા આત્મતત્વનાં દેહ વિના યે અસ્તિત્વ હોય છે. એ સ્નેહ એકતરફી ન હોય, ને પરસ્પરના હોય તો તે ચૈતન્યવર્ણી સ્નેહસ્થિતિમાં

द्वा सुपर्णा सयुजा सखाया
समानं वृक्षं परिपस्वजाते

એ ઉપનિષત્‌મન્ત્રાનુસાર બે સુપંખાળા આત્મસખાઓનાં સખ્ય ને સંલગ્નતા છે; અને તેથી તે સાયુજ્યને આત્મલગ્ન કહીએ તો અયોગ્ય નથી. માનસ શાસ્ત્રની એ ઝીણવટ આ નાટકના બીજમાં જોતાં જણાશે.

દૃશ્ય નાટકને અનુકૂળ ભાષાનું પોત આ નાટકમાં બનતું