પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨
જયા-જયન્ત
 


(અન્તર્ધાન થાય છે.)

દેવર્ષિ : થંભો, ઓ વાયુના વેગ !

યોગીના આદેશ છે,
પાઠવો ચિરંજીવયોએએ વર્તમાનને.
(વાયુમાંથી વર્તમાન આવે છે)

વર્તમાન : યોગીરાજ ! આદેશ.

દવર્ષિ : બચ્ચા ! શું સાધ છ જગત હિત ?

વર્તમાન : યોગીરાજ ! જીવનમૂર્તિ છું.

જગતની ગતિ ને પ્રવૃત્તિ છું.
માનવમહાકથાનો ચાલતો અધ્યાય છું.
ચિત્રવિચિત્રની કલમ છું.
દિવસને રાત્રીની પરંપરા
અન્ધકારને પ્રકાશના પડછાયા
પાડું છું સ્થૂલ ને સૂક્ષ્મમાં
તિક્ષ્ણ દૃષ્ટિ છું, યોગીન્દ્ર !
માનવ જાતનું મન છું.
પરકમ્પાવાસીના પાય છું,
સન્તજનોની સુવાસ છું,
અસન્તોના ઓછાયા છું.
સજ્જીવનનું છું મહાસંગીત.
યાત્રાળુઓ તો મ્હારે આભલાં છે.
નથી-નથી કો સત્વ બ્રહ્માંડભરમાં
જે મ્હારે દોરે ન પરોવાયું હોય.