પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૭
જયા-જયન્ત
 



પ્રવેશ સાતમો

સ્થલકાલ:ગિરિરાજના રાજમહેલમાં વસન્તચોકમાં નમતો પહોર
દાસીઓ છેલ્લા શણગાર ધરાવતી હોય છે.

એક દાસી : લ્યો, બાંધો આ કમળતોરણ

રાજમહેલના ચન્દનદ્વારે
એવાં ખેલશે સહુનાં હૈયાં.

બીજી દાસી : મૂકું છું મુગટો સિંહાસને-સિંહાસને;

પધારશે તે પહેરશે.

ત્રીજી દાસી : સત્કારો કાશીરાજને આજ

ગિરિદેશની સારી રાજશોભાથી.

બીજી દાસી : શણગારી શણગારી થાક્યાં,

પણ ઝાંખો દીસે છે વસન્તચોક;
પ્રકાશમાં જાણે પડછાયા પાથર્યા.