પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૯
જયા-જયન્ત
 


કોઈ કહેશો ? હો રાજ !
કોઈ કહેશો ? હો રાજ !
આયુષ્યે અજવાળિયાં ક્ય્હાં સૂધી?
ચન્દ્રમા જી રે ઉગ્યો છે ભગવે ભેખ જો!
યોગી-વિયોગી શે ચન્દ્રમા જી રે;
ચન્દ્ર જીરે ઉગ્યો સખિ ! આજ મ્હારા ચોકમાં,
આશા-નિરાશાનો ચન્દ્રમા જી રે.
કહેશો કેમ શણગાર્યો છે
આજે વસન્તચોક?

પહેલી દાસી: વાહ રે જાણ્યાં અજાણ્યાં જયાબા !

શણગારાઈને આવ્યાં છો સલૂણાં,
ને પૂછો છો પરાયાં થઈ.

જયા : ચુપ, સરખો ઉત્તર દ્યો.

બાણ જેવાં વીંધે છે
તેજ કિરણો યે આજ મ્હારા દેહને.

બીજી દાસી : સારા ગિરિદેશે પાળ્યો છે આ ઉત્સવ;

જયા કુમારી પરણશે આજ કાશીરાજને.
જયા કુમારીને વજ્રપાત થાય છે.

જયા : જીભ જ જુઠ્ઠી છે બોલનારની

દેવગિરિની રાજકુમારિકા