પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાતળું રાખ્યું છે. તેમ કરવા જતાં કુમાશ જરજરી થઇ ન હોય, કે વણાટ ઢીલો પડ્યો નહોય, તો સારૂં. ગીતોના ઢાળ પણ કેટલેક અંશે રગભૂમિની શૈલીના છે; છતાં કવિઓના કે સંગીતશાસ્ત્રીઓના અપરાધ અક્ષમ્ય થયા ન હોય તો સુભાગ્ય. દૃશ્ય તરીકે આ નાટકની યોગ્યયોગ્યતા તો નટવર્ગે અને પ્રેક્ષકવર્ગે પારખવાની છે. મ્હને લાગે છે કે તે ઘણી નથી.

વિ. સં. ૧૯૭૦
ન્હાનાલાલ દલપતરામ કવિ