પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૧
જયા-જયન્ત
 


નહીં-નહીં સ્વીકારે જયા
જન્મજન્માન્તરે યે કાશીરાજેન્દ્રને.
(એક અશોક નીચે ઊભે છે. લગ્નની ભેટ લઈને જયન્ત આવે છે.)

જયન્ત : (સ્વગત જયાને જોઈને)

એ ? એ જ ! શું ક્રોધનું છે જોમ મુખડે !
વીર રસની જાણે મૂર્તિ !
જાણે છંછેડાયેલી સિંહણ !
મધ્યાહ્નની પ્રચંડ સૂર્યજ્વાળા !
લોચનમાંથી અગ્નિ વરસે છે,
જાણે બાળશે સારો ગિરિદેશ.
શા ઉડે છે, પલયતણખા શા,
રોમરોમમાંથી વિજળીઓના ભાલા !
(પાસે જાય છે.)
અખંડ સૌભાગ્ય, જયા કુમારી !
ધરાવું શીર્ષે સુરરાણીજીનો આ મુગટ?

જયા : જયન્ત ! તું યે હસીશ મ્હને ?

જયન્ત : જયા ! સૂણ્યું છે વાયુમાંથી

કે જયા પરણે છે કાશીરાજને.
લાવ્યો છું તેથી આ લગ્નભેટ.

જયા: લાવ, લાવ તે, જયન્ત !