પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
જયા-જયન્ત
 


(જયા મુગટ હાથમાં લે છે.)
જોજો, ઓ જગતના લોક !
નિરખજો, ઓ પિતૃઓ પરલોકવાસી !
ઈન્દ્રદેવને નહીં, પણ
ઈન્દ્રાસનને પરણે છે ઈન્દ્રરાણીજી;
(જયન્ત સ્હામે તીરછે કટાક્ષે નીહાળી રહી.)
ને એ મુગટ પહેરાવે છે
જયન્ત કુમાર જયા કુમારીને.

જયન્ત : મા વીંધ મ્હને, ઓ જયા !

નયનની બરછીઓથી;
મા માર એ શબ્દની સાંગ.
લાવ, જયા ! લાવ એ મુગટ.
(મુગટ પાછો લે છે.)
ત્હને ન ગમ્યું જે,
યોગ્ય નથી ત્હેનું અસ્તિત્વે
નાશ પામો -
(મુગટને ભાંગી નાંખવા જાય છે.)

જયા : રહેવા દે, જયન્ત ! રહેવા દે

એ ઈન્દ્રરાણીનો સૌભાગ્યમુગટ.
આજે નહીં તો કાલે,
પૃથ્વીના કંઈ કંઈ પૃથ્વીપતિઓની