પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૩
જયા-જયન્ત
 


પરણશે રાજકુમારિકાઓ
રાજવીને નહીં, પણ રાજસિંહાસનને;
ત્હેમને કાજે રાખ એ મુગટ.

જયન્ત : ત્ય્હારે શી સ્વીકારશો કુમારિ ! લગ્નભેટ ?

ગયા આવશે હમણાં વનમાંથી,
કે દેવાશે કન્યાદાન.

જયા : તીર્થરાજ મ્હારા વીર છે, જયન્ત !

ધર્મછત્રધારી મ્હારા ધર્મપિતા છે.

જયન્ત : શું ? જયા નહીં પરણે તીર્થરાજને

જયા : ના, જયન્તકુમાર ! ના.

દેવગિરિની દેવબાલા
તળેટીમાં નહીં પડે દેવશિખરેથી.

જયન્ત : જાહ્નવી ગઈ, જયા !

ને તાર્યા સાગરપુત્રોને.
પોતા કાજે નહીં, પણ પર કાજે
તું યે ઉતર, ને તાર.
વારાણસીની રાજરાણી તો છે
આર્યાવર્તની ધર્મમાતા.
જયા ! જા, ને થા બ્રહ્મમાતા
આર્યોના જગદુદ્ધારક મહાકુટુંબની.