પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭
જયા-જયન્ત
 


જયન્ત : નહીં-નહીં જવા દઉં, જયા !

(જયન્ત ઝાલવા જાય છે, પણ જયા કૂદી ને ગઈ.)
ગઈ, ગઈ રાજકુમારી;
વીજળીના ઝબકારા સમોવડી.
ગઈ, જયા ! તું ગઈ;
ચાપમાંથી જાણે છૂટેલું બાણ.
ખરી જાણે સૌન્દર્યની તારલી
જગત્‌શોભાના શિખરોથી.
જા, સુખી થા સદા;
પણ નહીં જાય , જયા !
જયન્ત જીવનમાંથી તું.
(જયન્ત ફૂલક્યારાઓમાં જાય છે. રાજ પરિવાર સંગાથે કાશીરાજ, ગિરિરાજ ને રાજરાણી પધારે છે.)

રાજરાણી : તીર્થરાજ ! આ અમારો વસન્તચોક;

ને-

(જયા કુમારીને શોધે છે)

કાશીરાજ : સુન્દરતાનું જાણે સરોવર, રાણીજી !

ગિરિરાજ : ને પેલો પથરાયેલો ગિરિદેશ.

કાશીરાજ : જાણે વીર જનોના વાસ.

રાજરાણી : આ સ્વર્ગફૂલના ક્યારાઓ.