પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮
જયા-જયન્ત
 


કાશીરાજ : જાણે નક્ષત્રોનાં ઝૂમખાં

ને કુમારી રમતાં હશે તે તો
જાણે મંહીનો પૂર્ણિમાનો ચન્દ્ર.

રાજરાણી : જયાને હજી ન નિરખીને

મ્હારી જયા ક્ય્હાં?
લાવો અહીં એ કુલલક્ષ્મીને,

કે સત્કારે આ અતિથિરાજ.

(કેટલાક પરિજન જયાને તેડવા જાય છે.)

કાશીરાજ : ગિરિરાજેન્દ્ર ! લગ્ન ક્ય્હાં કરશો?

અહીં કે ત્ય્હાં ?

ગિરિરાજ : જેવા તીર્થસ્વામિન્‌ના અભિલાષ

ફરમાવશો તો ગિરિદેશમાં,
ઈચ્છશો તો કાશીને તીર્થઆરે

કાશીરાજ : (સ્વગત)

આ અનિષ્ચિય શેનો?
ગુફા જેવાં ભેદવચનો કેમ?
જોઉં તો ખરો શ્લોકનું બીનું ચરણ.

રાજરાણી : હિમાદ્રિને શિખરે શિખરે

ઉત્સવઅગ્નિ જગાવશું, સૂર્ય સમા;
ને લખશું તેજઅક્ષરે આભમાં ય તે
કે પરણી જયા તીર્થોના તીર્થરાજવીને.