પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૦
જયા-જયન્ત
 


પ્રણામ કહાવ્યા છે જયા કુમારીએ;
'તીર્થરાજ ધર્મપિતા છે મ્હારા,
જયા એમને નહીં વરે;'
એમ કહી ગઈ તે શિખરોમાં.

રાજરાણી : જયન્ત ! ઉછેરનો સારો આપ્યો લ્હાવ.

ત્હારો મન્ત્રીપિતા જીવનમન્ત્ર હતા
ગિરિદેશના ને ગિરિરાજના.
મરતાં મ્હને સોંપી ગયા ત્હને.
મ્હેં હૈયાના અમૃતે ઉછેર્યો, જયન્ત !
તે આ દિવસ દેખવાને?
જા, લ્હાવ મારી જયાને.

કાશીરાજ : ગિરિરાજ ! શાં છે આ નાટક ?

શું આદર્યું છે અપમાન
નિમન્ત્રેલા આ રાજઅતિથિનું?
ગંગાના જેટલો છે વિશાલ
કાશીરાજનો આ બલબાહુ.
રાજકન્યા નહીં આપો, અપમાનશો,
તો રાજપાટ લેઈશ, વનવાસી કરીશ.
રાજકન્યા ક્યહાં?

જયન્ત : વિશાલ હશે બલબાહુ આપનો, રાજેન્દ્ર!

પણ વજ્રના છે દેવદુર્ગ અમારા.
ગિરિદેશનાં સન્તાન, રાજવી !
ઓળખતાં નથી ભયને અમે.