પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧
જયા-જયન્ત
 


(રાજરાણીને.)

માતા ! ઉછેરેલું જીવન આપનું જ છે. આજ્ઞા કરો ઉઠાવીશ તે.

રાજરાણી : જા, લાવ મ્હારી જયાને.

જ્યહાં હોય ત્ય્હાંથી.
ન બતાવીશ મુખ ત્હારૂં જયાવ્હોણું.

ગિરિરાજ : જા, જ્ય્હાં જયા હોય ત્ય્હાં.

ન રહેતો ગિરિદેશમાં;
શોધ સ્વર્ગ મૃત્યુ ને પાતાળ.

જયન્ત : જાઉં છું, રાજમાતા !

અજ્ઞાને આધીન છે આત્મન્ મ્હારો.
ઢૂંઢીશ દિશાઓનાં વન,
ને શોધીશ જયાને.
જગાવીશ એ અલખની ધૂણી
જગતનાં જંગલ જંગલમાં.
જાઉં છું.
(જયન્ત જાય છે.)

કાશીરાજ : ગિરિરાજ ! ઉતારો મુગટ.

રાજરાણી : તીર્થરાજ ! તીર્થરાજ !

કાશીરાજ : રાણીજી ! તુચ્છકારી નથી મ્હેં

સુન્દરીની યાચના કદી.