આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫
જયા-જયન્ત
- એટલે આવ્યો અહીં.
- નહિ તો મ્હારે ય તે
- બહુ દેવાના બોધ છે બાકી.
આચાર્યઃ દેવિ ! આજ્ઞા છે મ્હારા સન્તોને ?
દેવીઃ ગાવ, સન્તો ! ગાવ
- યૌવનના ઉત્સવનું ગીત.
- યૌવન એ જ છે જીવનનો દિવસ;
- ને કામદેવ એ જ છે
- તે દિવસનો ભાસ્કર.
- (દેવી ગવરાવે છે ને સહુ ગાય છે.)
- ભુવન ભવન મદનનાં મહારાજ્ય રે,
- ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !
- ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !
- ભુવન ભવન મદનનાં મહારાજ્ય રે,
- સુન્દરી વિનાનું નથી સદન કો, સખિ !
- સુન્દરીને નયન એના વાસ રે,
- ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !
- સુન્દરી વિનાનું નથી સદન કો, સખિ !
- ફૂલડાં વિનાની નથી વાડી કો સખિ !
- ફૂલફૂલથી ઉડે એનાં બાણ રે,
- ગાવ-ગાવ ગીત મદનરાજનાં, સખિ !
- ફૂલડાં વિનાની નથી વાડી કો સખિ !