આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
જયા-જયન્ત
- ધારણ કરો કામભૂષણો.
- અમે આવિયે છીએ દેવી સંગાથે.
દેવી : પુણ્ય ? નીતિ ? સદાચાર ?
- છે કોઈ માનવી માનવલોકમાં
- મનમાં યે ન ઇચ્છયાં હોય
- પાપ કે અનાચાર જેણે ?
- દીઠો હોય તો દાખવો.
- જન્મ્યો છે કો સદાચરણી સર્વ કાલમાં
- ફરકી યે ન હોય જેના આત્માની પાંદડી
- કદી યે અનીતિના અનિલથી ?
- શીલનાં તો વસ્ત્રો જ છે સૌનાં,
- શયતાનનાં છે શરીર.
- જયા કુમારી ! આવો અમારા રંગમેહલમાં,
- ને ભોગવો દેવોના ઉપભોગ.
- જેટલી રાત્રિઓ છે, એટલા છે રસિયા.
જયા : જેવો આહાર, એવો ઉદ્ગાર.
- હિંસાના અગ્નિમાં હિમ ક્ય્હાંથી ?
આચાર્ય : કુમારી ! जीवो जीवस्य जीवनम् ।
- હિંસા તો જીવનક્રમ છે.
- પાણીનો એક ઘૂંટડો પીતાં