આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭
જયા-જયન્ત
ꕥ
જયન્ત : નથી શિખરોમાં, નથી બરફોમાં,
- નથી ગુફાઓમાં, નથી ઝાડીઓમાં;
- નથી, નથી, નથી
- કો તીર્થમાં, કો આશ્રમમાં.
- ગિરિદેશ સદાના તજતાં
- એક ઘડીના પડ્યા ફેર
- ત્હારે ને મ્હારે, જયા !
- પર્વતોમાં પગલાં પારખ્યાં,
- જલતીરે પદાવલિ ઢૂંઢી.
- શોધી, પૂછ્યું, ભટક્યો
- વાયુની પેઠે વનવનમાં;
- પણ ગઇ તું વીજળી સમી ઝબકી
- વાયુના યે વેગની પાર.
- પાંચ યોજન સૂધી નિરખ્યાં