આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૮
જયા-જયન્ત
- ત્હારાં પગલાં, જયા !
- ગંગાને કાંઠે કાંઠે પડેલાં;
- જાણે કમળની વેરાયેલી પાંદડીઓ.
- પણ જયા ! જલની ભૂલભૂલામણીમાં
- ન જડી પછી ત્હારી પદરેખાઓ.
- પાંદડે પાંદડું ફેરવી
- શોધીશ વિશ્વની ઝાડીઓ,
- ને પુકારીશ ત્હારો અહાલેક.
- પડઘો પાઠવીશ ત્હને જગાડવા
- સ્વર્ગદેશે અને પાતાળપ્રાન્તે.
- વિરાટ પેઠે, ગિરિદેશનાં સન્તાનને યે
- જગત એટલે તો બે જ પગલાં.
- (અદૃશ્યેથી દેવર્ષિની વાણી.)
- જગતમાં ખોયું તે તીર્થમાં લાધશે.
- (ચમકીને જયન્ત ચોમેર જૂવે છે.)
જયન્ત : દિશા બોલી ! અન્તરિક્ષ બોલ્યું ?
- ક્ય્હાંથી-કોનો એ બોલ?
- ઓ ગેબી આત્મન્ !
- શોધ્યાં મ્હેં તીર્થરાજનાં
- જંગલ ને ઝાડીઓ, મન્દિરો ને મઠ.
- નથી કાશીવિશ્વેશ્વરમાં,
- નથી મણિકર્ણિકાને ઘાટે.