આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦
જયા-જયન્ત
- રાત્રિએ હોલવાય છે.
- પાછો નથી તપતો તેનો તેજઅંબાર ?
- યોગનિદ્રા યે ઉન્નતિની પાંખ છે.
જયન્ત : આદેશ, ગુરુદેવ! આદેશ.
- દોરો, દોરો આ ભૂલભૂલામણીમાંથી.
- મતિ મુંઝાઇ ગઈ છે મ્હારી;
- આત્મા ઘૂંચવાયો છે
- અન્ધકારનાં જાળાંઓમાં.
દેવર્ષિ : વત્સ ! જગાવ ધુનિ ઉભો છે ત્ય્હાં જ.
- આ કુંજને હરિકુંજ કહેજે.
- લગાવ અખંડ સમાધિ
- તું શોધે છે ત્હેની.
- ભમીશ તો ભૂલો પડીશ.
- લે આ બ્રહ્મદીક્ષાનો અંચળો.
- બ્રહ્મયોગ એ જ દેવયાન માર્ગ.
- ઇચ્છે છે તે અહીં આવશે.
જયન્ત : આદેશ, ગુરુનો આદેશ મળ્યો મ્હને.
- ઉડી ગયો મ્હારો આત્મઘેર્યો ધૂમાડો,
- ને જ્યોતિ ઉજ્જવળ થયો.
- પ્રકાશે છે દેવહુતાશ;
- જગાવું એ અલખધુનિ અંહિયાં.