આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
જયા-જયન્ત
ꕥ
શેવતી : ગોરસ લેઈ લેઈ પીજો,
- હો ! ગોપિકાની ગોરસી ભરેલી.
- વદને છે હેમજ્યોત,
- નયને છે પ્રેમજ્યોત;
- આત્મામાં અમૃતની હેલી :
- હો ! ગોપિકાની ગોરસી ભરેલી.
- (પાછળ કાશીરાજ આવે છે.)
- હૃદયાની આશ એક,
- રસિયાની રાસ એક;
- પ્રેમીની પ્યાસ ના છીપેલીઃ
- હો ! ગોપિકાની ગોરસી ભરેલી