પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

છેવટે રજપૂત-મુસ્લિમની મૈત્રી, પોતાના સર્વસ્વનું અર્પણ અને પ્રિયજનનો જાતે વહોરેલો વિયોગ - ચિંતામણિના આ એક પછી એક કમળની પાંખડીઓની જેમ ફૂટતાં જતાં પાસાંઓને લેખકે ત્રણ ભાગની આ કથામાં સરસ રીતે વિકસાવી કથાને તો આસ્વાદ્ય બનાવી જ છે, પણ સાથે પોતાની સર્જકતાનો પણ હૃદ્ય પરિચય પૂરો પાડ્યો છે.

આ સાથે વણાતી જતી નવલકથાની મુખ્ય કથા જેમાં રમકડાંનો રાજા અકબર ખરેખર સાચો બાદશાહ કઈ રીતે બને છે એનું નિરૂપણ મોટે ભાગે લેખકે ઇતિહાસને વફાદાર રહીને કર્યું છે. હેમુની કતલ બાદ રાજ્યસિંહાસને અકબરને બેસાડાય છે પણ રાજ્યવહીવટ બહેરામખાં જ ચલાવે છે. મુલ્લાં પીરમહમદ જેણે અકબરને શિક્ષણ આપ્યું હતું એની ઝંખના રાજ્યમાં કંઈક બનવાની હતી એ બહેરામખાંને ખુશ કરવા પ્રયત્ન કરતો હતો. બહેરામખાંના શાસનની પ્રશંસા કરતો હતો અને એને પ્રેરણા પણ આપતો હતો. મુસાહબ બેગ જે એક બાગી હતો એની હત્યા કરવાની અકબરની ઇચ્છા નહોતી, કારણ કે એના પિતા કલાં બેગ બાબરના જમાનાથી એક વફાદાર યોદ્ધા તરીકે મુગલ સલ્તનતમાં જાણીતો હતો. આવા પિતાના બાગી પુત્રનો ગુનો અકબરની દૃષ્ટિએ માફ કરવા યોગ્ય હતો પણ બહેરામખાં તેના વધનો હુકમ કરી દે છે. મુલ્લા પીરમહંમદની સુચનાથી આ વાત જ્યારે અકબર જાણે છે ત્યારે એને બહેરામખાં, જેને તે પોતાના આદરણીય વડીલ ગણતો હતો, એનું માન સન્માન કરતો હતો તેને માટે પહેલી વાર દુઃખ થાય છે. એમાં એક વાર અકબરના પ્રિય હાથી બિંદુએ બહેરામખાના પ્રિય હાથી કાલાકુંજરને કાળના મોંમાં ઓરી દીધો એટલે અકબરના મહાવતને બહેરામખાંએ ક્રોધ ભરાઈને ફાંસીની સજા કરી દીધી. અકબરે મહાવત ઉપર રહેમ કરવા બહેરામખાંને ઘણું સમજાવ્યો, આજીજી પણ કરી પણ બહેરામખાંનો એક જ જવાબ હતો ‘રહમ ન થઈ શકે બાદશાહ, બેપરવાઈનું ફળ એણે ભગવવું જ રહ્યું !’ (પૃ. ૧૩૫) કહેવાનું ઘણું હતું પણ અકબરશાહની જીભ ન જ ઊપડી.

બીજી બાજુ ખાનબાબાની કૃપાદૃષ્ટિ મેળવી મુલ્લાં પીરમહમદ ધીમે ધીમે શાસનમાં એક ચોક્કસ સ્થાન મેળવતો જતો હતો. એક વ્યક્તિ તરફ