પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૮૭
 

એના મનમાં દ્વેષભાવ હતો. એ હતા અલી-કુલીખાં શૈબાની. એણે અને એના ભાઈ બહાદુરખાં શૈબાનીએ પોતાનાં વીરત્વથી બહેરામખાંના સૈન્યમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું. ખાનબાબાના એ બંને ડાબા-જમણા હાથ હતા. મોગલ દરબારમાં એમની ખુરશી આગળ પડતી. આ વાત મુલ્લાં પીરમહંમદને ખૂંચતી હતી. એણે વિચાર્યું કે હવેની સિદ્ધિ જુવાન શાહને પ્રસન્ન રાખવામાં હતી. ધીરે ધીરે ખાનબાબાનો સંગ છોડી એણે વધારે સમય શાહની સેવામાં ગાળવા માંડ્યો.

અકબરશાહના સ્વભાવને દયાનું વલણ વધારે અનુકૂળ હતું. સાધારણ ગુનામાં માણસને ગરદન મારવા તરફ એને અણગમો હતો. પણ એ વખતે પ્રવર્તતા બીજાં દૂષણો તરફ એને ભયંકર રોષ હતો. એ સમયે સેનામાં સજાતીય સંભોગની ઘૃણાજનક પ્રથા હતી એને કારણે મુસ્લિમો ભારતવાસીઓની નજરમાં હીણા દેખાતા. આ વસ્તુનો અકબરને પણ અણગમો હતો. ખાનબાબાનો વિશ્વાસુ શાહ અલીકુલીખાં જ આવા ગુના માટે અકબરની નજરે ચડી ગયો. એને ખરાબમાં ખરાબ સજા કરવાની અકબરની ઇચ્છાને બહેરામખાંને અટકાવી. તત્કાળ તો બાદશાહ ઠંડો પડ્યો પણ મુલ્લા પીરમહંમદે બરાબર છટકું ગોઠવ્યું અને બહેરામખાં કંઈ જાણે એ પહેલાં શૈબાનીને લખનઉ છોડી દેવાનો હુકમ થયો.

બહેરામખાં શેરો-શાયરીનો અજબ શોખીન જીવ હતો. સાથે દાનની બાબતમાં કરણનો અવતાર પણ. કવિતાની એક એક પંક્તિ પર ખુશ થઈ એ અઢળક સંપત્તિ દાનમાં દઈ દેતો. જ્યારે અલીકુલીખાનો દૂત અકબર પાસે દયા માગવા ગયો ત્યારે મુલ્લાં પીરમહમદે રસ્તામાં જ એને પતાવી નાખ્યો. પીરમહમદની આ હરકતોથી વાજ આવેલા ખાનબાબાએ કોઈને પણ પૂછ્યા વગર એનું પંત પ્રતિનિધિત્વ રદ કર્યું, એટલું જ નહીં પણ એમના ઘર ફરતો મોગલ મહારથીઓનો પ્રચંડ પહેરો મુકાઈ ગયો.

બહેરામખાંનું લગ્ન અકબરની ફોઈની દીકરી-હુમાયુની ઓરમાન બહેન ગુલબદન બેગમની દીકરી – સલીમા સાથે થયું હતું. એ રીતે લોહીનો સંબંધ બાંધીને બહેરામખાં સાથેના સંબંધો હુમાયુએ ઘનિષ્ટ બનાવ્યા હતા. બહેરામખાં પણ મુગલ ખાનદાનને વફાદાર હતા, પણ છેલ્લા થોડા સમયથી