પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૮૯
 

રજપૂત સાથીઓ સાથે થાય છે. એમની સાથે મિત્રતા બંધાય છે. આ મિત્રતા અકબરના ચિત્તમાં હિંદુસ્તાનને નવી રીતે પોતાનું બનાવવાના અરમાન જગાવે છે.

ગુજરાતને રસ્તે પસાર થતા જૈન મુનિ હીરહર્ષના સંઘમાં કુંદનદેવી પોતાના સાતવર્ષીય પુત્રને લઈને છુપા વેશે ગુજરાત તરફ પ્રયાણ કરી રહી હતી ત્યારે રસ્તામાં રજપૂતો સાથે મુનિનો ભેટો થાય છે. એમના દ્વારા અખબરના વ્યક્તિત્વનો પરિચય પામી મુનિ પોતે પણ આગ્રાના રાજકારણના રસિયા બની આગ્રા જવા તૈયાર થાય છે.

બીજી બાજુ આગ્રાથી શિકારે નીકળેલા બાદશાહને અચાનક મરિયમ મકાની દ્વારા દિલ્હી આવવાનું તેડું મળે છે. દિલ્હીમાં દરબાર ભરીને બેઠેલો અકબરશાહ સહુને બહેરામખાંની કાનૂનથી બચાવવાનું વચન આપે છે. બહેરામખાંના દુશ્મનો અકબરના દોસ્ત બની દિલ્હી તરફ આગળ વધે છે. ધીમે ધીમે અકબરના મનમાં બહેરામખાંની ઇમાનદારી તરફ અશ્રદ્ધા થાય છે. આ ઘટના બહેરામખાંને ખૂબ જ વ્યથિત બનાવે છે. એમનો સત્તાનો અંધાપો અને સામર્થ્યની બહેરાશ દૂર થઈ જાય છે. બાદશાહને મળવા અને એમને સાચી વસ્તુસ્થિતિ સમજાવવા એ પ્રયત્ન કરે છે પણ હવે ઘણું મોડું થઈ ગયું છે.

રાજખટપટ ત્યજીને મક્કાને રસ્તે જવા સર્વ રાજચિહ્નોને ત્યાગીને તે નીકળી પડે છે પણ દિલ્હીનો કાનૂન વિરુદ્ધમાં પડ્યો છે, જ્યાં જાય છે ત્યાં એમનો વિરોધ; એમના દુશ્મનો આગળ આવે છે. છેવટે ગનાપુરના મેદાનમાં અકબરશાહની સેના સામે યુદ્ધે ચઢીને હારે છે. આ સાથે જ બહેરામખાંને આત્મભાન લાધે છે. લડાઈનું કુત્સિતમાં કુત્સિત રૂપ જોઈને લડાઈને માંડી વાળી ખુદ બહેરામખાં પોતે એકલો અકબરશાહ પાસે પહોંચે છે. અકબરશાહ સાથેનું એમનું મિલન થાય છે. અકબર એમને પ્રેમથી આવકારી પોતાનું પુરાણું સ્થાન પાછું લેવા સમજાવે છે. પણ હવે બહેરામખાંને રાજકારણમાં રસ નથી. તે મક્કા જવા નીકળે છે, જ્યાં અણહિલપુર પાટણમાં એક અફઘાન સૈનિક દ્વારા એમનો વધ થાય છે. નવલકથાકારે બહેરામખના આ મૃત્યુને વર્ણવતા કહ્યું છે : ‘ભારતના ત્રણ ત્રણ વારના