પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

વિજેતાના શબની ભારે દુર્દશા થઈ. લાજ ઢાંકવા ચાદરનો એક ટુકડો પણ ન રહ્યો. શબ પાટણને પાદર ધૂળમાં આખી રાત ખુલ્લું પડ્યું રહ્યું. લોહીની નાનીશી નીક સરોવરનાં પાણીને લાલ કરતી રહી. આકાશ શોક કરતું રહ્યું. તારા માતમ મનાવતા રહ્યા. શિયાળિયા કોઈ વિધવાનું કારમું રુદન રડી રહ્યા. હવા આ અવિજેય યોદ્ધા પર ધૂળની ચાદર ઢાંકી રહી.’ (પૃ. ૩૪૨)

નવલકથાનો અંતભાગ દિલ્હીના દરબારમાં રમકડાંના રાજામાંથી સાચા રાજા બનેલ અકબરશાહના વૈભવને, રોનકને કથે છે અને સાથે સાથે અકબરની રજપૂતો સાથેની દોસ્તીની લોહીની સગાઈનું રૂપ આપવાની ઝંખના સાકાર રૂપને બતાવતી નવલકથા વિરમે છે.

પ્રસ્તુત નવલકથામાં ઇતિહાસની નીચેની હકીકતોને જયભિખ્ખુએ યથાતથ રૂપે સ્વીકારીને કથારૂપ આપ્યું છે —

આ નવલકથાના આરંભકાળે અકબર ચૌદ વર્ષનો રમતિયાળ બાળરાજા છે. સાચો રાજા તો એની ત્રણ પેઢીનો સેવક, સમરવીર, વજીર ખાનખાના બહેરામખાન છે. બહેરામખાંની સત્તાના ચાર વર્ષ, એનું પતન તથા રમકડાંના રાજા અકબરશાહે આંતરવિગ્રહ નિવારી સ્વતંત્ર રાજદંડ હાથમાં ગ્રહ્યો, અને ખાનબાબાની સત્તાનું પતન થયું એ કથાને કેન્દ્રમાં રાખીને લેખકે ‘દિલ્હીશ્વર’નું સર્જન કર્યું છે. બહેરામખાંના પતનના કારણો નીચે મુજબ હતા જેને નવલકથાકારે કથારૂપે મઢયા છે.

(૧) અકબરના શાસનકાળના પ્રારંભમાં બહેરામખાંએ કેટલીક અસાધારણ સફળતા મેળવી હતી એને કારણે રાજ્યમાં એનો પ્રભાવ અને મહત્ત્વ વધી ગયાં હતાં એથી એનામાં ગર્વ, હઠાગ્રહ અને ધાર્યું જ કરવાની વૃત્તિ આવી ગઈ હતી.

(૨) એની નીતિ પક્ષપાતપૂર્ણ રહી હતી. પોતાના સમર્થકોને ઊંચા પદે અને હોદ્દાએ મૂક્યા હતા અને વિરોધીઓની ઉપેક્ષા કરી હતી. વ્યક્તિગત મિત્રતાને કારણે કેટલીક વ્યક્તિઓને ગુનો હોવા છતાં દંડ દેવાનું ટાળ્યું હતું. જેમ કે બહેરામખાંનો સમર્થક અલકુલીખાં શૈબાનીએ પોતાના ગુલામ સાથે અવૈધિક સંબંધો રાખ્યા છતાં એને કંઈ પણ સજા કરવાનું ટાળ્યું હતું એનાથી વિપરીત અકબરના એક