પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

મુંબઈના અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર આ કૃતિનાં ગુણલક્ષણોને વર્ણવતા મુનિશ્રી અમરચંદ્રજીએ કહ્યું છે, “चक्रवर्ती भरतदेव एक द्रष्टिसे ही नहीं, अनेक दृष्टियोंसे सुंदर बन पडा है । उपन्यासकी रोचकता, इतिहासकी शृंखलाबद्धता, प्राचीन भूगोलका सुंदर वर्णन, मानवका मनोवैज्ञानिक विकास और इन सबसे बढ कर कलाकारकी कला इसमें साकार होकर बोल रही है || (प्रस्ताव, 'ચક્રવર્તી ભરતદેવ', પૃ. ૪)”.

શ્રી રામપ્રસાદ બક્ષીને આ ભાગમાં કેટલીક મર્યાદાઓ જણાઈ છે. તેઓ કહે છે, 'ભાષા સંસ્કૃત શબ્દોનો આવશ્યકતાથી ઘણો વિશેષ એવો પક્ષપાત બતાવે છે, જેથી શૈલી ભારેખમ બની છે અને વર્ણનાદિકમાં તથા કાર્યવિકાસમાં ગતિમંદતા ઊપજી છે. કવચિત સંસ્કૃત શબ્દોના પ્રયોગમાં કૃત્રિમતા છે અને અર્થસંતર્પકતામાં અવિશદતા આવે છે. શ્રી જયભિખ્ખું, નવલકથાના સર્જનના અને એના વસ્તુસંવિધાનના અનુભવી છે, પરંતુ આ કથામાં નવલકથાને યોગ્ય સંવિધાન નથી. મુળ વસ્તુમાં પણ કાર્યની અને એમાં નિકટ સંબંધથી વ્યવહારતાં પાત્રોની અલ્પતા છે. (કાર્યવાહી, સન ૧૯૫૩-૫૪, પૃ. ૮૭). રામપ્રસાદ બક્ષીની આ વાતમાં સત્યાંશ છે ખરો પણ એ સર્વાંશે સત્ય નથી. 'ચક્રવર્તી ભરતદેવ'નું વાચન લેખકની રસભરી અને વેગીલી શૈલીને કારણે એવું અસરકારક બની જાય છે કે જાણે ખ્યાતવૃત્તનેય પુનઃ પુનઃ આસ્વાદવાનું મન થાય. એટલું જ નહિ પણ જાણે કે તૂટક વાતના અંકોડા આપોઆપ મળી જતા હોય અને કથાનો દોર અવનવા રંગો ધરતો જઈ ગૂંથતો હોય એવું પણ લાગે છે. શ્રી અમરચંદ્રજી મુનિ કહે છે તેમ ' कहीं वर्णन लम्बा अवश्य हो गया है, पर उससे पाठकके मनको भारसा नहीं લગતા! (પ્રસ્તાવ : ‘ચક્રવર્તી ભરતદેવ', પૃ. ૪)'

નવલત્રયીનો બીજો ભાગ 'રાજવિદ્રોહ' ભગવાન ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિની જૈન સાહિત્યમાં અતિ પ્રચલિત ખતા જેના ઉપરથી શાલિભદ્રસૂરિએ 'ભરતેશ્વર-બાહુબલિ રાસ' લખ્યો છે અને જે આપણા સાહિત્યની પ્રથમ કૃતિ તરીકે પ્રચલિત છે એના કથાવસ્તુને સામગ્રી તરીકે લઈ એમાંથી અર્વાચીન ઢબની નવલકથા સર્જે છે. આ કૃતિમાં ભરત અને બાહુબલિનાં પાત્રો લેખકની સર્જક દૃષ્ટિએ સુંદર નિરૂપ્યાં છે. લેખકની વાર્તા