પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

ભગવાન મહાવીરે જે અભિગ્રહ લીધો એમાં આ કે તે ચિહ્ન ધરાવનારા સ્ત્રીના હાથે ભિક્ષા લેવી એના કરતાં લોકોમાં આવા તુચ્છ મનાતા, અવગણના પામતા દાસ-દાસીના હાથે ભિક્ષા લઈને એમને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવા જ માની સમાજને માનવતાનું સાચું જ્ઞાન કરાવવું એ સૂક્ષ્મ ઇરાદો આવા પ્રકારના અભિગ્રહ પાછળ હતો, એવું લેખક નવલકથામાંથી ઉપસાવી આપે છે. જયભિખ્ખુનો આ બુદ્ધિગમ્ય ખુલાસો ભગવાન મહાવીરના સાત્વિક જીવન તેમ જ જૈન સિદ્ધાંતની સાથે સુમેળ ધરાવે છે અને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે.

જયભિખ્ખુની ભાષાશૈલી સરળ, પ્રવાહી, આકર્ષક અને અર્થવાહી છે. અલબત્ત, 'કામવિજેતા’ જેવું શઐલીનું આકર્ષણ પ્રસ્તુત નવલકથામાં અનુભવવા મળતું નથી છતાં એકંદર રસિક જનને તે આકર્ષે છે જરૂર. અન્ય નવલકથાઓની જેમ આ નવલકથામાં પણ અલંકારરસિક સર્જકે ઉપમાનો વિપુલ ઉપયોગ કર્યો છે. જેમ કે –

ચંદનની ડાળ જેવી છોકરી (પૃ. ૧૦), જલનિધીના અતાગ ઊંડાણ જેવી છોકરીની નીલીનીલી આંખો (પૃ. ૧૩), કિસલય સમા ઓષ્ઠ (પૃ. ૧૪), ઊડણ ચરકલી જેવી ચંદના (પૃ. ૨૩), રૂપ જાણે કવિનું જીવંત કાવ્ય (પૃ. ૩૪), યૌવનના સૌરભબાગ જેવી ચંદના (પૃ. ૩૫), સૂર્યપ્રકાશના સ્પર્શ હેમંતનું ઝરણ વહી નીકળે એમ છીજેલા અંતરમાંથી આંસુ વહી નીકળ્યાં. (દૃષ્ટાંત, પૃ. ૭૦), માનવતાના પરાગ સમું જીવનમાધુર્ય (પૃ. ૭૦), જાણે એના દિલના બાગમાં કવિતાના સમન ખીલ્યાં હતાં (પૃ. ૭૧, ઉત્પ્રેક્ષા), નાગપાશ સમો કેશકલાપ ઉન્નત એવા વક્ષસ્થળ પર, કોઈ ખજાનાની રક્ષા કરતા ફણીધરની જેમ હિલોળા લઈ રહ્યો છે. (પૃ. ૭૭, ક્યાંક ફુવારા ફૂંકાર કરતા ઊડતા હતા., અહીં ફુવારાને 'ફૂંકારતા' બતાવાયા છે જે ઉચિત લાગતું નથી; પૃ. ૭૮), નારીનો દેહ તો કામદેવનો બાગ છે. (પૃ. ૮૦), શું માણસોના મન છે – વિષ્ટાની માખી જેવાં (પૃ. ૧૦૧), વેરના ઘોર અંધકાર જેવો અંધકાર (પૃ. ૧૧૪, લેખક અહીં ઉપમાન શોધી શક્યા નથી - મર્યાદા), વિષયનાં ઝાડ કલમી ઝાડ જેવાં છે, એના પર ઝટ ફળફૂલ આવે છે. (ગદ્યશૈલી, પૃ. ૧૧૩), અવન્તિના રણમેદાનમાં રાજર્ષી ઉદયન અને