પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૩૩
 

ક્યાંય કંટાળો ઉપજાવતું નથી. આપણે આગળ જોયું તેમ મગધરાજનું ચરિત્ર પણ એક માનવી તરીકે જ એમણે ઉપસાવ્યું છે. તેજ-અંધારના પિંડ સમો માનવ પોતાના જીવન દરમિયાન અંધાર સામે સંઘર્ષ ખેલતો ખેલતો છેવટે તેજમય કઈ રીતે બની શકે તે મગધરાજ બિંબિસારના ચરિત્ર દ્વારા ઉપસાવ્યું છે.

પ્રસ્તુત નવલકથામાં મગધરાજનું ચરિત્ર કેન્દ્રસ્થાને છે અને એનું નિરૂપણ તો લેખકે કુશળ રીતે કર્યું છે. પણ એ સાથે સૌંદર્યની પૂતળી શીલવતી ગુણવતી સુનંદા, સત્યવાદી, નિર્ભિક, ચતુર અને સહુ કોઈના સુખદુઃખમાં ભાગ લેનાર એક આદર્શ વેપારી ભદ્ર શેઠ, નામ પ્રમાણે ગુણયુક્ત અભયકુમાર, દેશને ચરણે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારી અલબેલી અંબપાલી, રત્નકંબલોને પોતાની વહુઓમાં અંગલૂછણિયા તરીકે વહેંચી આપીત જગતઆંગણે રાજગૃહીની પ્રતિષ્ઠાને વધારનારી ભદ્રાશેઠાણી. રસભોગી ભ્રમરમાંથી વૈરાગ્યના માર્ગે વળી જનાર શ્રેષ્ઠીવર્ય શાલિભદ્ર વગેરેનાં ચરિત્ર પણ આછાં છતાં સુરેખ અને યાદગાર ઊપસ્યાં છે.

જૈન ધર્મના અનુરાગી લેખક તક મળે જૈન ધર્મના સાંપ્રદાયિક નહીં પણ વ્યાપક તત્ત્વજ્ઞાનને સાદા, સરળ સૂત્રો રૂપે મૂકી દેવાનું ચૂકતા નથી. (પૃ. ૨૮૨, ૨૮૩). બૌદ્ધ ધર્મના તત્ત્વને પણ આ નવલકથામાં લેખકે ઊપસાવ્યું છે અને જૈનધર્મ તથા બૌદ્ધ ધર્મ વચ્ચે પાયાનો ભેદ ક્યાં છે એ પણ સરળ શૈલીમાં લેખકે બતાવ્યું છે. (પૃ. ૧૭૨). ભગવાન ગૌતમબુદ્ધ અને જ્ઞાતપુત્ર મહાવીર પાત્રો તરીકે પણ ઊપસે છે. એમના જીવન વિષેની મુખ્ય વિગતો પણ લેખક કથાત્મક ઢબે અહીં વણી લે છે.

સરળ, રસવતી શૈલીમાં વહેતી કથા ‘કામવિજેતા’ કે ‘ભગવાન ઋષભદેવ’ વગેરેમાં જણાય છે એવી એટલી અલંકારવતી નથી. છતાં અલંકારો સાવ નથી એવું ય નથી. ઉપમા જે લેખકને ખૂબ જ પ્રિય છે એ પરાજિત યોદ્ધા જેવા તેજવિહોણા બેચાર તારકો (પૃ. ૩), ઉષાદેવીના હાથે આખી સાગરસપાટી રાતા રંગે લીંપાઈ રહી હતી. (પૃ. ૩, સજીવારોપણ), કો રમતિયાળ અપ્સરાના નાજુક પાદપ્રહારથી ઠેબે ચડેલા રક્તસુવર્ણના ગોળા જેવો લાલ સૂર્ય (પૃ. ૩), સાગર પોતાની તરંગ માળાનો તાનપુરો