પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

‘કેળવણી, કૌમાર્ય અને કમાણી’ની ત્રિસૂત્રી અપનાવવી જોઈએ. નિર્મળા આ ત્રણે શબ્દોના વિશિષ્ટ અર્થો તારવી આપતાં કહે છે :

‘જે કેળવણી સ્ત્રીના સત્ત્વને ફીટાડે એને હું કેળવણી ન કહું. સત્ત્વને જગાડે, સંયમને જગાડે, સ્વાશ્રયને જગાડે એને કેળવણી કહું.’ (પૃ. ૨૩૩)

‘જે કૌમાર્ય માત્ર એકના બદલે અનેક સ્થળે રઝળવાનું શીખવે એને હું કૌમાર્ય ન કહું. કૌમાર્ય તો જલતી ચિતાને પણ ઠારનારું જલ હોય. એ એક યજ્ઞ છે.’ (પૃ. ૨૩૩)

‘કમાણી એ જીવનનિર્વાહ માટે કોઈના ઓશિયાળા ન થવું પડે એ માટે છે. પણ કમાણી ખાતર સ્ત્રીને પુરુષની કામિની બનીને જીવવું પડે, એ હું હરગિજ પસંદ ન કરું.’ (પૃ. ૨૩૪)

શિક્ષણ વિશે પણ લેખકના કેટલાક મનનીય વિચારો પ્રસ્તુત નવલકથામાં રજૂ થયા છે. નિર્મળાના મુખે લેખક કહે છે :

બીજાના સુખ ખાતર આપણા સુખ ઉપર કાપ મૂકવો એને હું શિક્ષણ માનું છું. (પૃ. ૧૯૭)

આપણામાં અહંકાર જન્મે ને બીજા તરફ તિરસ્કાર પ્રગટે, એને હું કેળવણી કહેતી નથી. (પૃ. ૧૯૭)

મને વધુ સગવડ મળે, હું વધુ ભણી માટે મને મોટર મળે, મનગમતાં માનપાન મળે, મહેલાત મળે, મોજશોખ મળે, મને વધુ મળે, આ શિક્ષણનો વ્યભિચાર છે. (પૃ. ૧૯૭)

સ્ત્રી અને પુરુષનું શિક્ષણ એક હોઈને પણ જુદું છે. સ્ત્રી-પુરુષની સરસાઈમાં આવે એ આજના શિક્ષણની જાણે શ્રેષ્ઠતા છે પણ એ સત્ત્વભરી નથી, સ્વૈરવિહારની છે. (પૃ. ૧૯૮).

શિક્ષણ સંસ્થા એ દારુની દુકાન નથી. (પૃ. ૨૦૦)

મન, વાણી ને ઇંદ્રિયો પર કાબૂ રાખનારી કેળવણી જો ન હોય તો એ સમાજમાં લુચ્ચાઈ, લફંગાઈ પેદા કરનારી શાપિત વિદ્યા છે. (પૃ. ૨૦૦)