પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૫૧
 

પ્રસ્તુત નવલકથાની કથા આરંભાય છે ત્યારે મગધ, કોશલ, અવન્તિ વગેરે રાજાઓ આજના અર્થમાં રાજા બનવા પ્રયત્ન કરી રહ્યા હતા. પહેલા તો અપરાધીને દંડ દેવા સિવાય અને પરાક્રમ સામે લડવા જવા સિવાય બીજી કોઈ ખાસ સત્તા એમની પાસે નહોતી. પણ હવે તેઓ બળ અને એકહથ્થુ સત્તાના લોભી થતા જતા હતા. બીજાં રાજ્યોને જીતી ચક્રવર્તીપદ હાંસલ કરવાની ઝંખના તેમનામાં જાગી હતી અને એને કારણે તેઓ ઝઘડાખોર બન્યા હતા, ને લડવા માટે નાનાં-મોટાં બહાનાં શોધતા હતા. આ બધા માટે વૈશાલીનું ગણતંત્ર મોટી આડખીલીરૂપ હતું, ને એના વિજય વિના ચક્રવર્તીપદનું સ્વપ્ન પણ અશક્ય હતું. વૈશાલીનો પ્રભાવ તોડવા માટે ભગવાન મહાવીર અને બુદ્ધનો પ્રભાવ પણ ઓછો કરવાની આવશ્યકતા હતી.

નવલકથાનો ઉઘાડ થાય છે. રાજા બિંબિસારના પુત્ર અશોકચંદ્ર દ્વારા રાજા બિંબિસારને ગણતંત્રો તરફ સહાનુભૂતિભર્યું વલણ દાખવવા બદલ કેદમાં નાખવાના પ્રસંગથી. વૃદ્ધ રાજા કારાગારમાં પમ દુઃખી નથી. ચાર વિશી જેટલી ઉંમર થવા આવી હોવા છતાં હજી બે વીશી કાઢે એટલી તાકાત એના પૌરુષભર્યા દેહમાં હતી. તે આત્માની મહત્તામાં માનતો, વાણીના સ્વાતંત્ર્યમાં માનતો, મગધના સામ્રાજ્યવાદી રાજ્યતંત્રમાં ગણતંત્રના કેટલાક સારા અંશોને ભેળવી નમૂનેદાર આદર્શ રાજ્ય સ્થાપવાની તેની ઝંખના હતી પણ એના દીકરા અશોકચંદ્રને લાગ્યું કે બાપ જો ગણતંત્ર સ્થાપશે તો પોતાનું યુવરાજપદ જશે. પોતે દેશનો સ્વામી મટી રસ્તાનો ભિખારી થશે અને એટલે જ એણે સામ્રાજ્યવાદી પરંપરાના પક્ષકાર મહાભિખ્ખુ દેવદત્ત અને મહામંત્રી વર્ષકારની સહાયથી બિંબિસારને કેદમાં નાખ્યો, એટલું જ નહીં પણ રોજ કોરડા મારવાની સજા પણ કરી.

બિંબિસારની રાણી અને વૈશાલીના ચેદિરાજની પુત્રી ચેલા જ્યારે પતિને મળવા કારાગારમાં આવી ત્યારે પુત્ર દ્વારા થયેલી પતિની અવદશા નિહાળી તેને ખૂબ દુ:ખ થયું. હૃદયથી ભાવનાશાળી અને ભોળા પણ મહાભિખ્ખુ દેવદત્ત અને વર્ષકારથી પ્રભાવિત અશોકના હૃદયમાં રહેલા પિતૃપ્રેમને તેણે પોતાનો ભૂતકાળ ખોલીને જગાડ્યો. અશોકે જ્યારે