પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૫૩
 

વધારે હોવાથી વૈશાલીમાં સેચનક સૌનો પ્રિય બને છે. મગધના ષડયંત્રને પરિણામે વૈશાલી વતી લડતા એક વખત તેનું મૃત્યુ થાય છે. હલ્લ-વિહલ્લને બચાવવા સેચનકે કરેલા આત્મસમર્પણનો પ્રસંગ નવલકથામાં રસપ્રદ રૂપે નિરૂપાયો છે.

વૈશાલી સામેના શૌર્યયુદ્ધમાં વારંવાર મળતા પરાજયને કારણે મગધની કુટિલ રાજનીતિએ ષડયંત્રનો આશ્રય લેવાનું શરૂ કર્યું. એના પ્રથમ પગલા તરીકે મહામંત્રી વર્ષકાર વૈશાલીમાં પધારેલા તથાગતના દર્શને આવ્યા. વૈશાલીના ભોળા લોકોને માટે દુશ્મન રાજ્યના મહામંત્રીનું આગમન એક આશ્ચર્યકારક ઘટના હતી, છતાં વર્ષકારના આગમનને એમણે અંતરના ઉમંગથી આવકાર્યું. તેઓ કહેતા હતા, ‘વૈશાલીનું ગણતંત્ર વેરીને વધુ આદરમાન આપે છે, જો જો, વર્ષકારનું સંથાગારમાં સ્વાગત કરશે ! વૈશાલી ક્યાં કોઈથી ડરે છે.’ (પૃ. ૧૮૭, ભા. ૧) એમનો આ વધુ પડતો આત્મવિશ્વાસ અને એમાંથી દુશ્મનદળના પ્રતિનિધિને અપાયેલું બહુમાન એ વૈશાલીના પતન માટેની પહેલી ભૂલ હતી.

વૈશાલીમાં એકએકને આંટે એવા વીરો હતા પણ એમનામાં મગધ જેવી કૂટનીતિ નહોતી. તેઓ શાંતિમાં માનતા, અહિંસાના પૂજારી હતા. ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશ પછી યુદ્ધને ત્યજી પ્રેમના રસિયા બન્યા હતા. વૈશાલીની આ માન્યતાઓનો અવળો ઉપયોગ વર્ષકારે મગધને જિતાડવા માટે કરવાનું નક્કી કર્યું. વૈશાલીથી નીકળતા વૈશાલીની પ્રજાનો જે રીતે એણે આભાર માન્યો, એની સંસ્કૃતિને જે રીતે બિરદાવી એથી ગણતંત્રના લોકો ખરેખર ગાંડા થઈ ગયા. તેઓ છડેચોક પોતાની સંસ્કૃતિના વખાણ કરવા લાગ્યા.

ધ્યેયસિદ્ધનું પ્રથમ સોપાન સર કરી મગધમાં પાછા વળેલા વર્ષકારે વૈશાલી સામે કુટિલ નીતિયુદ્ધ આદરવા માટે મંત્રણા યોજી. છેવટે દેવદત્ત, રાજા અજાતશત્રુ અને મગધપ્રિયા સાથેની મંત્રણા બાદ વૈશાલીના સર્વનાશ માટેની યોજના તૈયાર કરાઈ. એ માટે વૈશાલીના જાણીતા લોકસેવક વેલાકૂલ જેમની પ્રજા ઉપર સારી એવી પકડ હતી એને વશ કરવાનું કામ મગધપ્રિયાને સોંપાયું. જવી મગધપ્રિયાને મહામંત્રી વર્ષકારે કહ્યું,