પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

“મગધપ્રિયે ! મુનિ વેલાકૂલને તારી રૂપજ્યોતિનું પતંગિયું બનાવી દેજે. એમની પાસે ગણતંત્રના કાયદાઓના મનમાન્યા અર્થ કરાવજે. પૂર્વપુરુષોનાં ચરિત્રોની તેમના ચરિત્ર સાથે સરખામણી કરીને એ ચરિત્રોને અલ્પ દર્શાવજે ! શ્રદ્ધાનું મૂળ, જે કોઈપણ રાજકીય કે ધાર્મિક એકતાનું મૂળ છે, એને ઉખાડી નાખજે. ક્રાંતિ કરજે અને અવનવા મતભેદો જગાવી બે મોટા રાજપુરુષો એકમત ન થઈ શકે, તેવા મતભેદો ખડા કરજે. ગણતંત્રનું ભયસ્થાન વિવાદો અને મતભેદો છે. એ વિવાદો વિખવાદો જગવજે અને એકવાર ઘર કાણું થયા પછી એને તોડી પાડતાં વિલંબ નહીં લાગે.” (પૃ. ૨૩૦, ભા. ૧)

મગધપ્રિયા પોતાને સોંપાયેલ કામગીરીનો આરંભ કરે છે. સતી ફાલ્ગુની બનીને રોગિષ્ટ પતિને નિરોગી કરવા નીકળેલી રૂપાંગના ફાલ્ગુનીનું રૂપ ધીમે ધીમે મહામુનિ વેલાકૂલ ઉપર કેવું કામણ જગાવે છે એ નવલકથાકારે સવિગત વર્ણવ્યું છે. મહામુનિ વેલાકૂલ ફાલ્ગુનીના રૂપસાગરમાં જ્યારે સંપૂર્ણપણે ડૂબે છે અને એમનું પતન થાય છે ત્યારે ફાલ્ગુની તેમને વચનબદ્ધ કરી પોતાના રાજા અજાતશત્રુ પાસે લઈ જવા તૈયાર થાય છે. મગધ જતાં પહેલાં રસ્તામાં ભગવાન મહાવીરના દર્શન કરવાનું સૂચન વેલાકૂલ કરે છે એ સૂચન મગધપ્રિયા સ્વીકારે છે. બંનેના શ્રાવસ્તી તરફના પ્રયાણ સાથે નવલકથાનો પ્રથમ ભાગ સમાપ્ત થાય છે.

આ નવલકથાનો બીજો ભાગ આરંભાય છે આર્ય ગોશાલક અને ભગવાન મહાવીરની સાઠમારીના પ્રસંગથી. ભગવાન મહાવીરના શિષ્ય આર્ય ગોશાલકમાં પોતે મહાવીરના સમકક્ષ જ્ઞાની હોવાના આવેલા અભિમાનને તોડીને એને વાસ્તવિકતાની પ્રતીતિ કરાવવાના પ્રસંગને અને એ દ્વારા મહાવીરના પ્રતાપ અને પ્રભાવને લેખક સવિગત વર્ણવે છે.

ભગવાન મહાવીરના દર્શન કરીને ફાલ્ગુની દ્વારા તૈયાર થયેલા રથમાં વેલાકૂલ મગધ પહોંચે છે. પહેલી જ નજરે મગધનો વૈભવ, મગધની સમૃદ્ધિ મુનિને આકર્ષી લે છે અને ગણતંત્રોની ઢીલી નીતિ તરફ એમનામાં અણગમો જન્મે છે.

મહાભિખ્ખુ દેવદત્ત જ્યારે મુનિ વેલાકૂલને મળે છે ત્યારે પોતાની