પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૫૯
 

ગણનાયક ચેટકે મગધના આઠ રાજકુમારોને પોતાના એક એક તીરથી ખતમ કર્યા. મગધપતિથી આ સહ્યું ન ગયું. એણે પોતાની આખી સેનાને છૂટી મૂકી દીધી. આજ્ઞા આપી કે લૂંટો, બાળો, કાપો, સૈનિકોમાંનો વિવેકદીપ સાવ જ બુઝાઈ ગયો. બચી હતી માત્ર વેરની ભાવના. એમણે વૈશાલીની ખાઈઓ તોડી નાખી, દરવાજા ભાંગી નાખી, રાજમગેલને આગ ચાંપી, એમાં છુપાયેલા સૈનિકોને બાળીને ભસ્મ કરી દીધા. વૈશાલી પડીને પાધર થયું. એક ગણતરી મુજબ દશ દિવસમાં ૯૬ લાખ માણસોનો સોથ વળી ગયો. (પૃ. ૨૯૨, ભા. ૨)

ઘણાં વર્ષો બાદ અજાતશત્રુનું મૃત્યુ થયું. એનો ધર્મપ્રેમી પુત્ર ઉદયન ગાદીએ આવ્યો. એણે ગંગાને કાંટે પાટલીપુત્ર નામે નવું પાટનગર વસાવ્યું અને ભગવાન મહાવીરના અમર ઉપદેશને પાષાણમાં કોતરાવ્યો : ‘માણસનો પોતાની જાત જેવો બીજો કોઈ શત્રુ નથી. માટે જાતને ધર્મથી, વૈર્યથી ને તયાગથી ઘડજો !’ (પૃ. ૩૩૮, ભા. ૨)

ઇતિહાસની મુખ્ય વિગતોને જાળવતી પ્રસ્તુત નવલકથા જયભિખ્ખુની અન્ય કેટલીક નવલોની જેમ જૈન સાહિત્યપરંપરામાંના બિંબિસાર અને અજાતશત્રુના જીવનઆલેખનને પણ નવલકથાની સામગ્રીમાં ઉપયોગે છે. જેમ કે જૈન પરંપરા અનુસાર અજાતશત્રુએ પોતાના પિતાનો વધ પોતે નહોતો કર્યો. રાજ્યપ્રાપ્તિ માટે એણે પિતાને કારાગૃહમાં પૂર્યા હતા, જ્યાં રાણી વાસવી એની સેવા કરતી હતી. પોતાના પિતાની કરુણ દશાથી પીગળીને અજાતશત્રુએ પિતાના બંધન લોઢાની ગદાથી તોડવા ઇચ્છયું ત્યારે બિંબિસાર એવું સમજ્યા કે પુત્ર પોતાને મારવા આવે છે એટલે જાતે જ ઝેર ખાઈને આત્મબલિદાન આવ્યું.

એ જ રીતે વૈશાલી સામેના અજાતશત્રુના યુદ્ધનું નિમિત્ત બન્યા છે બિંબિસારના બે પુત્રો હલ્લ-વિહલ્લ. આ બંને હાથી અને અઢારસરો મોતીહાર લઈને પોતાના નાના ચેટકની પાસે જતા રહ્યા. અજાતશત્રુએ એને પાછા માગ્યા. એનો ચેટક દ્વારા ઇન્કાર થતાં યુદ્ધની ઘોષણા કરવામાં આવી.

લિચ્છવી ગણ ખૂબ જ શક્તિશાળી હતું તેથી તેનો સામી લડાઈએ પરાભવ કરવો અસંભવિત લાગતાં અજાતશત્રુએ લિચ્છવીઓની આંતરિક