પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

કહે છે : 'આજે રાજાઓનો ઘાટ વાંદરાને નિસરણી આપવા જેવો છે. એમને સદા સુંદર પ્રદેશો, મોટા ખજાનાઓ અને રૂપખજાના જેવી સ્ત્રીઓનાં સ્વપ્ન આવ્યાં કરે છે. દિગ્વિજયનો દારૂ એમને સદા ઘેનમાં ડોલાવ્યા કરે છે. સીમાડા વધારવા એ તો એમને વ્યસન થઈ ગયું છે. 'શાંતિ માટે મથે એ સુરાજ્ય, એ સિદ્ધાંત તો માત્ર શબ્દોમાં જ રહ્યો છે. તારા કાલ, મહાકાલ જેવા ભાઈઓની હત્યા કરીને, બાપનું મોત નિપજાવીને હલ-વિહલ્લ જેવાને ત્રસ્ત કરીને અને જેને પેટ તું પાક્યો એ માતાને હડધૂત ને વિધવા બનાવીને તેં શું મેળવ્યું એનો વિચાર કર, રાજન !' (પૃ. ૨૭૮-૭૯, ભાગ. ૨). મગધરાજની આ સામ્રાજ્યલાલસા જ એને કેવી રીતે ખતમ કરી દે છે એ લેખકે અંતભાગે બતાવ્યું છે.

છેવટે, નવલકથાના અંતભાગે માણસને પશુ માનીને એકચક્રી રાજતંત્રના અંકુશ વડે અહિંસા ફેલાવવાની મગધનીતિ યા માણસને દેવગણી એને ધાર્યું કરવાની મુક્તિ આપવા ચાહતી ગણતંત્રની વૈશાલીદૃષ્ટિ ઉભયના અતિરેકે કેવો વિનાશ આણ્યો એ ઇતિહાસદર્શન ક્યારેક સૂચક રીતે, તો ક્યારેક કલાને અવગણીને બોલકા બનીને લેખકે નવલકથામાં ઉપસાવ્યું છે. અલબત્ત, ગણતંત્રની વ્યવસ્થા જ મૂળમાં તો ઇષ્ટ છે એવું સૂચન નવલકથામાંથી મળી રહે છે ખરું.

કોઈ પણ સર્જનાત્મક કૃતિ દ્વારા જીવનદર્શન આપીને કૃત્યકૃત્ય થવાના યુગમાં જયભિખ્ખુનો આદર્શ જુદો પડી શકે નહિ. એ દર્શન જ્યારે નવલકથામાંથી વિગતે અને છેલ્લે દર્શાવેલા કથન-વર્ણન-સંવાદના નવલકથાલક્ષી નિરૂપણમાંથી પ્રગટે ત્યારે આપણને એક સારી કલાકૃતિ પામ્યાનો સંતોષ થાય છે. જયભિખ્ખુમાં જે મર્યાદાઓ છે એ તો એ જમાનાની મર્યાદાઓ છે. પણ એમાં જે કલાતત્વ છે એ જ આપણા અધ્યયનનો સંતોષ છે.

શ્રી હસિત બૂચ આ નવલનાં આકર્ષણસ્થાનો જણાવતાં કહે છે, “આરંભે આવતું રાજકેદી પરિતાપપૂત રાજા શ્રેણિક બિંબિસાર અને રાણી ચેલાનું દામ્પત્યચિત્ર, મગધની ગણિકા મગધપ્રિયા-ફાલ્ગુની અને વૈશાલીના મુનિ વેલાકૂલનો પાત્રવિકાસ, બિંબિસારના પુત્ર અને કથાનાયક મગધરાજ