પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

જૈન અને બૌધ્ધ ધર્મના સિદ્ધાંતો, સંપ્રદાયના નીતિ-નિયમો, કેટલાક સાંપ્રદાયિક શબ્દો વગેરેને પણ લેખકે નવલકથાના ઐતિહાસિક વાતાવરણમાં રસાયણથી કુશળતાથી સંયોજિત કર્યા છે. અહિંસા અને માનવતાને પૂજતા બે મહાન ધર્મપૂજકો - બુદ્ધ અને મહાવીર અહીં પાત્રરૂપે પ્રવેશીને નવલકથાના કાર્યવેગને મહત્વ અર્પે છે.

વારીગૌરવ અને નારી મહિમાના હિમાયતી લેખક પણ અહીં અછતા રહેતા નથી. રાણી ચેલા, મગધપ્રિયા ફાલ્ગુની અને આમ્રપાલીના ચરિત્રચિત્રણો એનાં જીવંત ઉદારહણો લેખી શકાય. નારી એ એવી શક્તિ છે કે જે નરમાંથી નારાયણ સર્જી શકે છે. એની શક્તિને બિરદાવતાં તેઓ મગધપ્રિયાના પાત્ર દ્વારા કહેવડાવે છે, 'પુરુષોએ હંમેશાં સ્ત્રીઓનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. સ્ત્રી તો શાંતિનો અવતાર છે. સંસારનું પ્રત્યેક સંતાન એની મૂડી છે.' (પૃ. ૨૯૯, ભા. ૨).

સંવાદને ઠીક ઠીક માત્રામાં પ્રયોજતા લેખકની શૈલી આ નવલકથામાં મુખ્યત્વે તો કથનાત્મક, વર્ણનાત્મક રૂપની જ જોવા મળે છે. અલબત્ત, ચિત્રો ખડાં કરવાની નૈસર્ગિક શક્તિને કારણે નવલકથાની આસ્વાદ્યતા સારા એવા પ્રમાણમાં જળવાઈ રહી છે. અલંકારોનો વિનિયોગ કરતી નવલકથામાંથી સુચારુ કલ્પના, જેવી કે - દિવસો પણ કેવા કઠિન ! ત્યક્તાના નઠારા નસીબ જેવા !' (પૃ. ૬૮, ભા. ૧) કે 'રાણી ચેલા એટલે શરદઋતુનું સ્વચ્છ જળ !' (પૃ. ૭૦, ભા. ૧) અને 'બ્રહ્મચર્ય' તો લજામણીના છોડ જેવું છે. જરાક સ્પર્શ થયો કે કરમાયું જ સમજો !' (પૃ. ૨૫૬, ભા. ૧) નવલકથાને રસવાહી બનાવે છે.

જયભિખ્ખુના સ્થળ, સ્વરૂપ અને મનોસંઘર્ષનાં નિરૂપણો પણ નોંધનીય પ્રકારનાં છે. ચિત્રાત્કમ રૂપે દૃશ્યોને ખડાં કરવાની કળા એમને સારી ફાવે છે. અલંકારોનાં ઉચિત ઉપયોગથી અને ઝીણી વિગતોથી એ વર્ણનમાં સચોટતા લાવી શકે છે. પાત્રનાં રૂપ-સ્વરૂપનાં વર્ણનોમાં અંબપાલીનું વર્ણન (પૃ. ૧૬૧, ભા. ૧) કે પછી મગધપ્રિયાનું વર્ણન (પૃ. ૨૦૮, ૨૦૯ ભા. ૧) સ્મરણીય છે. એમાંય તે મગધપ્રિયાના વર્ણનમાં તો લેખકની શૈલી અનેરુ શબ્દપ્રભુત્વ પ્રગટ કરે છે. ઉદાહરણ તરીકે - 'પરાગની પૂતળી જેવી એ