પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૧૭૧
 


યાદવોની તાકાતને પણ ધીમે ધીમે મદાંધતાનો લૂણો લાગે છે. દુનિયામાં પોતાને કોઈ હરાવનાર રહ્યું નથી એવા વધુ પડતા વિશ્વાસે તેઓ પરસ્પરના દ્વેષી બનીને પ્રભાસતીર્થે લડાઈમાં કપાઈ મરે છે.

ઇતિહાસના ભયંકર ઉત્થાન-પતનના સમયે, રાગ અને દ્વેષના સમયે, જાતિઓનાં બંધન અને મુક્તિ વચ્ચે જગતને નવી દિશા સૂચવનાર સૂર્યચંદ્રના તેજે ચમકતી આ વિરલ વિભૂતિઓ કૃષ્ણ-નેમ-બલરામની દિલેરીની કથા રજૂ કરતી આ કૃતિએ વસ્તુના આધાર તરીકે ભાગવતના ‘દશમસ્કંધ’માં આવતા કૃષ્ણચરિત્રના કેટલાક પ્રસંગો અને જૈન પરંપરામાં પ્રચલિત નેમચરિત્રનો ઉપયોગ કર્યો છે. જેમ કે કથામાં આવતા કાળયવનનો મુચકુંદ દ્વારા વધ કરાવ્યાનો પ્રસંગ, રુક્મિણીહરણસ, સત્રાજિત દ્વારા સ્યમંતક મણિ ચોરવાનો આરોપ અને એમાંથી મક્તિ મેળવવા જાંબવાન પાસેથી મણિની અને એની પુત્રી જાંબવતીની પ્રાપ્તિ, સત્રાજિતની પુત્રી સત્યા સાથે લગ્ન, યાદવોને બ્રાહ્મણોનો શાપ, ઉદ્ધવ સમક્ષ ભગવાન કૃષ્ણ કરેલું દત્રાત્રયના ગુરુઓનું વર્ણન, યાદવકુળનો સંહાર વગેરે ઘટનાઓ ભાગવતના ‘દશમસ્કંધ’ને આભારી છે. અલબત્ત, એમાં ક્યાંક નાના ફેરફારો લેખકથી થઈ ગયા છે એના મૂળમાં એવું અનુમાન કરી શકાય કે કદાચ લેખકે જૈન પરંપરામાંથી ભાગવત વિશે જ્ઞાન મેળવ્યું હોય અથવા શરતચૂકથી આવી ભૂલો થઈ ગઈ હોય, જેમ કે ભાગવતમાં જરાસંઘની પુત્રના નામો અસ્તિ અને નાસ્તિ છે જેમનું લગ્ન કંસ સાથે થયું હતું અને કંસવધથી રિસાઈને તે પિતાને ત્યાં જતી રહી હતી તથા પિતાને કૃષ્ણ-બલરામ વિરુદ્ધ યુદ્ધ માટે ઉત્તેજ્યા હતા. એ જ રીતે જરાસંઘના કોપથી સમગ્ર યાદવ સેનાને બચાવવા કૃષ્ણ-બલરામ એકલા પર્વત ઉપર જતા રહે છે. એ પર્વત ભાગવતાનુસાર પ્રવર્ષણ પર્વત છે. લેખકે એનું નામ ગોમંતક આપ્યું છે. દેવકીને સાત પુત્રો હતા એ કથા ભાગવતમાં મળે છે. એમાંના છને જન્મતાં જ કંસે મારી નાખ્યા હતા, જેને પાછળથી ભગવાન શ્રીકૃષ્ણે માતા દેવકીની વિનંતીથી સજીવન કરી મોક્ષ અપાવ્યો હતો. પ્રસ્તુત કથામાં દેવકીને આઠ પુત્રો હતા એવું જણાવ્યું છે. પહેલા છ કંસ દ્વારા હણાયા નહોતા. જન્મતાંની સાથે નાગ-ગાથાપતિની પત્ની સતી સુલસા જે મૃતવંધ્યા હોવાની-એટલે કે તેમના