પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

લેખક જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે કર્મમાં માને છે. તેઓ પાત્રમુખે કહે છે : ‘જગતની આ અવ્યવસ્થામાં કર્મ વ્યવસ્થા આણે છે અને ખુદ રાજા જેનો ન્યાય નથી ચૂકવી શકતો, એનો ન્યાય કર્મરાજા ચૂકવે છે. ‘મણને મણ ને કણને કણ’ (પૃ. ૧૦૩, ભા. ૧) જૈન સૂત્રોનો પણ લેખકે કથામાં અત્રતત્ર ઉપયોગ કર્યો છે. પણ એનો ઉપયોગ સર્વત્ર કથાને રસાળ બનાવતો નથી. ક્યાંક એ જૈનધર્મી વાચકને જ ગમ્ય બને છે. અલબત્ત, ફૂટનોટરૂપે એનું ગુજરાતીકરણ લેખકે આપ્યું છે ખરું, પણ જૈનધર્મ તરફ લેખકનો પક્ષપાત આમાં છતો થઈ જાય છે.

મંત્રતંત્ર અંગેની વાતોના સંદર્ભમાં પણ લેખકને ખુલાસો કરવો પડ્યો છે કે ‘આજના વિજ્ઞાનના યુગમાં વાચકોને કદાચ એ નહિ ગમે’; તો પ્રસ્તુત નવલકથામાંનો દર્પણસેન ઉર્ફ ગર્દભિલ્લ રાજા કોણ હતો, કયા વંશનો હતો એ વિષે ઇતિહાસસિદ્ધ પ્રમાણો ઓછાં જ મળે છે. એવી એક માન્યતા પ્રચલિત છે એ પરદેશી લોહીનો અંશ હતો અને એને ભારતીય સંસ્કૃતિ તરફ ઓછો જ પક્ષપાત હતો. એનામાં ભારતીય સંસ્કારો સાવ ઓછા હતા. લેખકે ગર્દભિલ્લના પાત્રઘડતરમાં આ માન્યતાનો પૂરો ઉપયોગ કર્યો છે.

શીર્ષકનો અર્થ આપતાં લેખક કહે છે : ‘મરેલા મડદાં જેવી પ્રજાને યમરાજ જેવો રાજા મળ્યો હતો. આજ એમાં પરદેશી તત્ત્વ ઉમેરીને મેં મારા જીવનલોખંડની ખાક સરજી છે - પણ એમાંથી જ હવે નવસર્જનનાં ફૂલ ખીલશે’ (પૃ. ૩૨૬, ભા. ૨). બીજી રીતે પણ શીર્ષકના અર્થઘટનનો વિચાર કરી શકાય. પ્રજાનાં ધર્મ અને શીલની રક્ષા કરવા કાલક જેવા સિંહપુરુષની લોખંડી મનોબળવાળી જીવનઆબુતિમાંથી જે ખાખ સર્જાય - જે ખાતર સર્જાય - એમાંથી જ નવસ્વાતંત્ર્યના, નવનિર્માણનાં પુષ્પો પ્રગટી શકે.

ક્યાંક લેખક વધુ બોલકા બનીને કલાને હાનિ પહોંચાડે છે. જેમકે ‘પ્રતિશોધનો પાવક’ (પૃ. ૩૦૭, ભા. ૧) પ્રકરણમાં સાધુધર્મ કે ક્ષત્રિય ધર્મના સંઘર્ષમાં અટવાયેલા કાલકની સામે વન-જંગલમાં એક દૃશ્ય ખડું થાય છે. શિયાળિયાંઓની કિકિયારીઓ જ્યાં સુધી વાઘનું આગમન નથી થતું ત્યાં સુધી જ હોય છે. વાઘ આવતાંની સાથે શિયાળિયાં ચૂપ થઈ ગયાં. ઝાડીમાંથી નીકળેલા સાબરનો ભક્ષ્ય કરી વાઘ ચાલ્યો ગયો. વાઘના ગયા પછી ભક્ષ્ય