પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૦૭
 

વિકાસમાં એનો કોઈ ફાળો નથી. પોતાના સાહિત્યને ઉપદેશાત્મક છે. કથાના વિકાસમાં એનો કોઈ ફાળો નથી. પોતાના સાહિત્યને ઉપદેશાત્મક બનાવવા પાછળ જયભિખ્ખુનો ઇરાદો 'સરસ્વતીચંદ્ર'ના સર્જકની જેમ સમાજને 'સ્યુગરકોટેડ ક્વિનાઈન' આપવાનો જ રહ્યો છે. લેખકને સાહિત્ય દ્વારા સમાજઘડતર કરવું છે એટલે એ ઉપદેશાત્મક બની ગયા છે. એમની આ ઉપદેશાત્મકતા જ્યાં કલાની ઉપરવટ જતી રહી છે ત્યાં એ હાનિકર પણ નીવડી છે.

નવલકથાના નાટ્યાત્મક નિરૂપણમાં બાહ્ય અને આંતરિક સંઘર્ષનું આલેખન પણ કલાત્મક નીવડે છે. જયભિખ્ખુએ પોતાની નવલોમાં યથાવકાશ આ બંને પ્રકારના સંઘર્ષનું યથોચિત નિરૂપણ કર્યું છે. 'કામવિજેતા'માં બાહ્ય અને આંતરિક બંને સ્વરૂપે સંઘર્ષ નિરૂપણ મળે છે. પણ એમાં વધારે ઉત્કૃષ્ટ રૂપે નિરૂપાયો છે રાગ અને ત્યાગ વચ્ચેનો સ્થૂલિભદ્રનો આંતરસંઘર્ષ (પૃ. ૨૫૪). એ જ રીતે સાધુ સ્વરૂપે સ્થૂલિભદ્ર કોશાની ચિત્રશાળાને ચાતુર્માસ ગાળવા આવે છે ત્યારે કોશા પોતાના સર્વજિત સૌંદર્યથી, પ્રેમથી અને રૂપથી સ્થૂલિભદ્રને ચલિત કરવા મથે છે તે સમયે કોશાના ચિત્તની અસદ્ વૃત્તિઓની સામે સ્થૂલિભદ્રના ચિત્તની સદ્ વૃત્તિઓનો સંઘર્ષ (પૃ. ૨૯૬) પણ નવલકથામાં હૃદ્ય રૂપે નિરૂપાયો છે. આ સંઘર્ષ જયભિખ્ખુની નાટ્યાત્મક નિર્માણશક્તિનો પરિચાયક બને છે. એ જ રીતે શત્રુની લોહીપિપાસા માટે શસ્ત્રોથી ખૂનખાર જંગ ખેલતા યોદ્ધાઓ કરતાં પોતાના વાત્સલ્યભર્યા હૃદય સામેનો 'સંસારસેતુ'ની વિરૂપાનો આંતરજંગ પણ જયભિખ્ખુએ અનોખી કુશળતાથી નિરૂપ્યો છે. (પૃ. ૧૦૪, ૨૧૫). યુદ્ધનાં મેદાનોમાં ગાજતો બાહ્ય સંઘર્ષ 'શત્રુ કે અજાતશત્રુ' (પૃ. ૨૩૦, રપર, ભા. ૨) અને ભાગ્યનિર્માણ (પૃ. ૧૯૩) જેવી નવલોમાં લંબાણથી નિરૂપાયો છે. પણ જયભિખ્ખુની વિશેષ શક્તિ આંતરસંઘર્ષના નિરૂપણમાં જ નીખરી ઊઠી છે.

જયભિખ્ખુની ઐતિહાસિક નવલોમાં એમણે આજના વિજ્ઞાનયુગને અનુરૂપ તથા બુદ્ધિજીવીને ગળે ઊતરે એવા પૌરાણિક સંદર્ભનાં અર્વાચીન અર્થઘટનો કર્યા છે. આ અર્થઘટનો નવલકથાઓમાં એક બુદ્ધિજન્ય ચમત્કૃતિનો અનુભવ કરાવે છે. આવાં અર્થઘટનો ‘લોખંડી ખાખનાં ફૂલ', પ્રેમાવતાર’ અને ‘પ્રેમનું મંદિર' જેવી નવલોમાં જોવા મળે છે. 'પ્રેમનું