પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૦૯
 

જતું હતું. અંગ્રેજોએ હિંદુસ્તાન-પાકિસ્તાન કરાવીને હિંદુ-મુસ્લિમ કદીય સાથે ના રહી શકે એવું વિષ સમાજની રગોમાં ઊંડુ ઉતારી દીધું હતું. આવા વિષમય વાતાવરણ વખતે હિંદુ-મુસ્લિમ ઐક્યની કલ્પનાકથા નહીં પણ ઇતિહાસસિદ્ધ હકીકતોને રૂપકડા કલકસબથી નવલકથામાં મઢીને રાષ્ટ્રિય અસ્મિતાનું એક ઉજમાળું ઉદાહરણ સાહિત્યચરણે ધર્યું છે.'

જયભિખ્ખુની નવલોમાં નારીગૌરવ પણ ઉજમાળો અંશ બનીને ડોકાય છે. સ્ત્રીઓ તરફનો એમનો અભિગમ ગૌરવયુક્ત હતો. સ્ત્રી દાસી નથી, સાથી છે એ એમની ભાવના હતી. નાનપણથી એમણે સ્ત્રીઓનું દુઃખ જોયું હતું તેથી સ્ત્રીઓને શોષણમાંથી મુક્તિ અપાવવાની ચાહત એમના અંતરે સદાકાળ રમતી હતી. એના જ પરિણામરૂપે એમના દ્વારા એક માત્ર સામાજિક નવલકથા રચાઈ અને તે, 'દાસી જનમ જનમની : સાથી જનમ જનમનાં' સ્ત્રીનો સાચો વિકાસ એનું ખુદનું ખમીર જાગે ત્યારે જ શક્ય બને એ વાત આ નવલમાં જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી એમણે રજૂ કરી છે. 'શત્રુ કે અજાતશત્રુ'માં રાણી ચેલા, મગધપ્રિયા ફાલ્ગુની અને આમ્રપાલીનાં ચરિત્રચિત્રણો નારીગૌરવનાં જ જીવંત ઉદાહરણો છે. 'કામવિજેતા'માં જયભિખ્ખએ રૂપકોશાના મુખે નારીગૌરવ, નારીની શક્તિનું યશોગાન કર્યું છે. (પૃ. ૪૨). અહીં કોશા ગણિકામાં રહેલા ઉદાત્ત નારીતત્વને જ એમણે નિખાર્યું છે. નારીગૌરવના ચાહક જયભિખ્ખુ ‘દિલ્હીશ્વર'માં ચિંતામણિના પાત્રસર્જનમાં પણ મન મૂકીને મ્હોર્યા છે.

જયભિખ્ખુએ પોતાની નવલોમાં ક્યાંક મલિન ચિત્રો ઉપસાવ્યાં છે. એમની આવી નવલો ચર્ચાસ્પદ પણ નીવડી છે. એમાં ‘લોખંડી ખાખનાં ફૂલ'માંનું 'મહાચક્રપૂજા’ પ્રકરણ (પૃ. ૮૨, ભા. ૧) તો સારો એવો ઉહાપોહ જગાડનાર બન્યું હતું. 'જીવનમાંગલ્યના યાચક સર્જકની નવલોમાં આવું નિરૂપણ સોનાની થાળીમાં લોઢાની મેખ તો નથી બની જતું ને ? પણ આવા નિરૂપણ સોનાની થાળીમાં લોઢાની મેખ તો નથી બની જતું ને ? પણ આવા નિરૂપણનું મૂલ્યાંકન કરતી વખતે એક જ મુદ્દો લક્ષ્યમાં રાખવો જોઈએ અને તે એ કે આવું નિરૂપણ લેખકે કયા હેતુથી કર્યું છે ? જો લેખકનો આવા નિરૂપણ પાછળનો હેતુ ઉજમળો હોય, સમાજને દુરિત તરફથી પાછા વાળવાનો હોય તો આવા નિરૂપણમાં કશું અયોગ્ય નથી. આ નવલમાંનુ આ પ્રકરણમાંનું નિરૂપણ આવા જ ઉમદા હેતુથી થયું છે. એ નિરૂપણ દ્વારા