પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૨૧
 

પહેરે-ઓઢવે શોખીન ને પોતાના રૂપ-પ્રદર્શનની લાલચુ રહી છે. અને એને કારણે એ નાનકડી જ્યોતને પતંગિયાના ફફડાટ હંમેશાં સહવાના રહ્યા છે.’ (પ્રવેશ, પૃ. ૮) એવી રૂપલાલસાને કારણે અને વૈભવવિલાસની ઝંખનાએ બરબાદ થતી નારીની કથાઓ તે ‘ભરથરી અને પિંગળા’ ને ‘એક પતંગિયાની જીવન-કહાણી’. ‘ભરથરી અને પિંગળા’ની નાયિકાનું નામ છે સાવિત્રી પણ એના ગુણો એથી વિપરીત છે. આર્થિક સમૃદ્ધિ માટે પોતાના ચરિત્રનો, પરપુરુષનો પ્રેમ મેળવવા માટે માતૃવાત્સલ્યનો અને મોજશોખ સંતોષવા માટે કુટુંબની શાંતિનો ભોગ આપનાર સાવિત્રી દ્વારા લેખકને સૂચવવું છે કે સ્ત્રી ધારે તો સંસારને સ્વર્ગ કે નરક બનાવી શકે. ‘એક પતંગિયાની જીવન કહાણી’ એક એવી નારીના કારુણ્યની કથા વર્ણવે છે જે યોગ્ય દિશા સૂચન અને સંસ્કારના અભાવે પતનના પંથમાં અટવાય છે. સુકન્યાનું પુરુષો દ્વારા થતું શોષણ એકવા પુરુષોને દોષિત ઠરાવતું નથી. સુકન્યા જેવા પતંગિયાં જે કામવાસનાની આગમાં હોમાવા માગતા હોય એમની ગતિ આવી જ હોય છે એ લેખક સુપેરે વર્ણવે છે. આ વાર્તામાં સમાજના ગુંડાતત્ત્વ, સિનેમા દ્વારા ફેલાતા દૂષણ તરફ લેખકની લાલ નજર છે.

‘ભાષાના ભાલા વાગ્યા’માં મનોરમાનો પતિ ભાષાભેદના એક નાનકડા વિગ્રહમાં માર્યો ગયો છે. ભાષાના ભાલા એક સુકોમળ નારીના જીવનને વેદનાની ઊંડી ખાઈમાં ધકેલી દે છે. લેખક જાણે કે અંહી વાર્તા લખવા બેઠો નથી. એ તો સમાજમાં પોતાને થયેલા કોઈ વિષયના અનુભવને વર્ણવવા બેઠો હોય એવું વિશેષ લાગે છે. વાર્તામાં આવતા લાંબા અને પ્રસ્તારયુક્ત વિચારો કલાતત્ત્વને કથળાવી વાર્તાકારને સમાજસુધારક બનાવી દે છે. કોલમ લેખક ઘણી વખત તત્કાલીન પ્રશ્નોને પોતાના સર્જનમાં સ્થાન આપીને છણવા પડતા હોય છે. કદાચ એનું ફળ આવી વાર્તાઓરૂપે નિપજી આવે છે.

પ્રથમ પાંચ વાર્તા પછી લેખકનું વિષયવસ્તુ દેશપ્રેમને વ્યક્ત કરતી વાર્તાઓ તરફ વળે છે. એમાં ‘કાશ્મીરની કેસર કન્યા’ પાકિસ્તાની પ્રદેશની કૉલેજકન્યા પોતાના દેશ માટે ભારતીય સરહદ ઉપર જાસૂસી કરવા આવે છે એનું કથાનક નિરૂપે છે; તો ‘શહીદ પીરઅલી બુકસેલર’ એ અપ્રસિદ્ધિના