પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૨૭
 

એનો ભોગ આ વાર્તાઓ પણ બની છે. જેમકે અમુક માપનું કૉલમનું બંધારણ હોય તો એ જાળવવા વાર્તાને ક્યારેક કૉલમિસ્ટ લેખકે નિરર્થક લંબાવવી પડે છે, બિનજરૂરી વર્ણનો કરવા પડે છે. એવું આ સંગ્રહની ઘણી વાર્તાઓમાં થયું છે. વિષયાંતર તો અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કૉલમિસ્ટની સામે સામાન્ય વાચક વર્ગ જ વધારે રહે છે. વળી તત્કાલીન બનતા બનાવોથી પણ તે અસ્પૃશ્ય રહી શકતો નથી. સામાન્ય વાચકવર્ગને સમજાય તેવું જ લખવાની જાણે કે પોતાની જવાબદારી હોય એમ લેખકનું કથન અહીં ઘણીવાર બિનજરૂરી બોલકું બની ગયું છે.

વાર્તાના કલાતત્ત્વની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ કોટિમાં મૂકી શકાય એવી વાર્તા આ સંગ્રહમાંથી મળતી નથી પણ જીવનધર્મી સાહિત્યકારના ઉદાત્ત વિચારોને વ્યક્ત કરતી કેટલીક વાર્તાઓ જેવી કે ‘શહીદ પીરઅલી બુકસેલર’, ‘ગાંધીવાદની શાન’, ‘દેશભક્ત પારસી વીર’, ‘સાચા રાષ્ટ્રપ્રેમી’, ‘બંડખોર’, ‘સાહિત્યકારની ખાલી ઝોળી’ વગેરે નોંધપાત્ર છે. સમગ્રતયા, આ સંગ્રહમાં જયભિખ્ખુ જેટલા નવલકથાકાર તરીકે ઉત્કૃષ્ટ કોટિના ઊપસે છે એટલા વાર્તાકાર તરીકે ઉપસતા નથી.

‘ઉપવન’ :

વાર્તાકાર જયભિખ્ખુનો મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થતાં પહેલો વાર્તાસંગ્રહ ‘ઉપવન’ ઈ. સ. ૧૯૩૨માં જયભિખ્ખુએ વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારથી માંડીને ઈ. સ. ૧૯૪૪ સુધીમાં લખાયેલી ઇતિહાસને સ્પર્શતી વાર્તાઓનો સંગ્રહ છે. આ સંગ્રહની વાર્તાઓમાં લેખક દ્વારા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશથી માંડીને ગાંધીજી, ગોખલે કે ગજાનન સુધીના પુરુષોના જીવન-ઇતિહાસના કોઈ અપ્રગટ ભાગનું પ્રાગટ્ય થયું છે અને એ રીતે એને લેખક ‘ઇતિહાસની વાર્તાઓનો સંગ્રહ’ કહે છે. આ સંગ્રહની વાર્તાઓમાં એક પણ કાલ્પનિક વાર્તા નથી. લેખકના સ્વાધ્યાયમાંથી વાર્તાઓનું સર્જન થયું છે.

સંગ્રહમાં કુલ ૨૪ વાર્તાઓ છે. જેમાંની પહેલી વાર્તા ‘હું પોતે’ મગધરાજ શ્રેણિકપુત્ર નંદિસેનના હૃદયપરિવર્તનની કથા કહે છે. મોત સામે એકલે હાથે ઝઝૂમનાર, ક્ષણમાત્રમાં યમરાજના સહોદરને વશ કરનાર મગધકુમાર નંદીસેનમાં રહેલ અહમ્‌નું વિનમ્રતામાં થતું પરિવર્તન અહીં