પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૫૭
 

હિંદુ કોમ ઉપર કર લગાવવાની સૂચના કરનાર એક મુસલમાન અધિકારીને મુસલમાન બાદશાહ જહાંગીર દ્વારા મળેલા અદ્દલ જહાંગીરી ન્યાયની કથા આલેખાય છે ‘જહાંગીરી ન્યાય’ વાર્તામાં.

ઈ. સ. ૧૭૭૫ની ચોથી ઓગસ્ટે ગોરા જજે ન્યાયની જે મુરઘીના મુખે બનાવટી ઉચ્ચારણ કરાવવું એને કારણે જાગી ઊઠેલા દેશવાસીઓની વાત કરતી ‘મુરઘી બોલી’ વાર્તા ભારતીયો ઉપર ગુજરતા અંગ્રેજ સલ્તનતના જુલમના એક કાળા પાનાને શબ્દરૂપ આપે છે. વતનની મુક્તિ માટે મથનાર સત્તર વર્ષના જવામર્દ ખુદીરામ બોઝની શહિદીને વર્ણવતી ‘જિન્હોને અપને ખૂનસે’ વાર્તા આઝાદીના ઇતિહાસનું એક અમર પાનું છે.

સંગ્રહની કુલ સત્તર વાર્તાઓમાં ‘કુરબાની’, ‘કુળાભિમાન’ અને ‘પાપના ડાઘ’ પૌરાણિક કથાસંદર્ભવાળી વાર્તાઓ છે. જેમાં ‘કુરબાની’ કામદેવના નિસ્વાર્થ સમર્પણને ‘કુળાભિમાન’ મિથ્યા કુળાભિમાન ભારતના ધ્વંસનું નિમિત્ત કઈ રીતે બન્યું તેને વર્ણવે છે. ‘મહત્ત્વાકાંક્ષા’, ‘હીરામાણેક’, ‘વીર જયચંદ્ર’, ‘હમીરગઢ’, ‘સંગ્રામ’, ‘જહાંગીરી ન્યાય’, ‘વતનને માટે’ ભુલાયેલા ઇતિહાસનાં પાનાંઓની ગૌરવકથાઓ છે યા તો આપણી ભૂલો તરફનું આંગળી ચીંધણું છે. ‘વીર જયચંદ્ર’, ‘સંગ્રામ’ કે ‘હમીર ગઢ’ રજપૂતોના આપસ કહલ સર્જેલા વિનાશને વાચા આપી આપણી ભૂલો તરફ ધ્યાન દોરે છે. ‘અમીચંદ’, ‘મરઘી બોલી’, ‘અનામી શહાદત’, ‘ટોપીવાળાની સમાધ’, ‘આખરી સલામ’ અને ‘જિન્હોંને અપને ખૂનસે’, ભારતના સમકાલીન ઇતિહાસના સારાંમાઠા પૃષ્ઠોને વર્ણવે છે. અંગ્રેજોની સામે દેશને બચાવવા મરી ખપી ગયેલા નામી-અનામી શહીદોની કીર્તિગાથા સમાન આ જ વાર્તાઓ ‘માદરે વતન’ની સુવર્ણકણિકાઓ છે. વર્તમાન માટે કંઈક બોધ આપતી આ વાર્તાઓ જયભિખ્ખુના ઇતિહાસજ્ઞાન, વતનપ્રીતિ અને વાર્તાકલાને પ્રગટ કરે છે.

‘કંચન અને કામિની’

માનવસંસ્કૃતિના ઇતિહાસમાં દેખાતી સ્થિરતા અને ફાટી નીકળતા પ્રચંડ કલહોમાં કંચન અને કામિનીએ મોટો ભાગ ભજવ્યો છે. આ બંને ય અત્યાર સુધીના સમાજના ઇતિહાસમાં માણસની મિલકત જ બનીને રહ્યાં