પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૭૫
 

પેશવાનાં શૌર્ય, શાણપણ અને ચાલાકીને વર્ણવતી ‘આખરી સલામ’ વાર્તા એમના જીવનમાં થયેલા સારા અને નરસા બંને પ્રકારના અનુભવને કથે છે. જીવનમાં ઘણીવાર આપણે ખાતર પ્રાણ અર્પણ કરનારા ઉમદા માનવી પણ મળે છે તો ઘણી વાર એનાથી વિપરીત પણ નાનાસાહેબના પ્રાણ બચાવવા વાઘ સામે લડીને પોતાને પ્રાણ અર્પનાર ઉમદા સૈનિક પણ વાર્તામાં છે તો સામે પક્ષે પોતાની જાતને બ્રાહ્મણ કહેવડાવતા પુરોહિત દ્વારા આંગણે આવેલા નાનાસાહેબને પૈસાની લાલચે પકડાવી દેનાર દગલબાજ દેશદ્રોહી પણ વાર્તામાં છે. સારા-નરસાના પિંડ સમા માનવીઓની વચ્ચે નાનાસાહેબનું શૌર્ય અને ચાલાકી સુંદર ઊપસ્યા છે. જરૂર પડ્યે લાખ ખરચવા પણ વગર જરૂરે તેલનું ટીપું પણ નકામું ન જવા દેવું એ લક્ષ્મી વશીકરણનો મંત્ર આપનાર ‘લક્ષ્મીનું વશીકરણ’ વાર્તાના સાચા અને યોગ્ય ઉપયોગને વર્ણવી મહેનતી, ઇમાનદાર ધનસંપન્ન માનવીની કથા નિરૂપે છે. સુંદરની છાપ સમાજમાં ચીકણા, ગણતરીબાજ માણસ તરીકેની છે. પણ ખરેખર તો સુંદર સ્પષ્ટવક્તા અને લક્ષ્મીનો યોગ્ય ઉપયોગ કરનાર છે એ વાતની પ્રતીતિ એની પોતાની પુત્રવધૂને યોગ્ય પ્રસંગે થાય છે. જે સસરા તેલના એક ટીપાને પણ અવસ્થા જવા દેતા નથી એવી ચિકાશ કરે છે એ જ સસરા પ્રસંગ પડ્યે સાચા મોતીને ભાંગીને ઔષધ તરીકે ઉપયોગમાં લેવાના હોય તો આપતાં ક્ષણની પણ આનાકાની કરતા નથી. લક્ષ્મીને વશણાં રાખવાનો આ મંત્ર જો પ્રત્યેક માનવી શીખી લે તો લક્ષ્મીનો સમાજમાં સાચામાં સાચો અને સારામાં સારો ઉપયોગ થઈ શકે. ખંભાતના એક યવનોની વસ્તીવાળા પરા ઉપર ગુજરેલી યાતના અને આગની ફરિયાદ ખંભાતની મસ્જિદનો ખતીબ કુતુબઅલી પાટણપતિ રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ પાસે લઈને આવ્યો એને પાટણપતિએ ચૂકવેલા અદલ ઇન્સાફની વાત ‘ગુર્જર ચક્રવર્તીનો ન્યાય’માં મળે છે. જાત-પાતના ભેદ વગર પ્રજાને સમાન ધોરણે ન્યાય મળે છે એ સમજાવતી આ વાર્તા અનોખી ન્યાયભાવનાનું ઉદાહરણ પૂરું પાડે છે. દુનિયા આખીની નકલ કરનારો એક દિવસ નકલ કરતાં કરતાં અસલ થઈ ગયો એવા એક મનવા ભાણ બહુરૂપીની જૈન સાધુ તરીકેના એક વેશમાંથી સાચા સાધુમાં થયેલા પરિવર્તનની વાત ‘બહુરૂપી’માં નિરૂપાઈ છે. તો વાર્તા સૌરભના પહેલાભાગની છેલ્લી વાર્તા ‘કામ ત્યાં રામ’ આત્મકથનાત્મક ઢબે